મોરબીમાં બીજા દિવસે પણ આઇટીના દરોડા યથાવત : વોટ્સએપ મારફતે થતી હતી રોકડ હેરફેર !

કોરલ અને કૅપશન ગ્રુપમાં ઇન્કમટેક્સ વધુ રોકડ જપ્ત કરી : આંકડો અઢી કરોડને પાર

મોરબી : મોરબીના કોરલ અને કૅપશન ગ્રુપ ઉપર ઇન્કમટેક્સ વિભાગ દ્વારા ગુરુવારે વહેલી સવારથી શરૂ કરાયેલી દરોડાની કાર્યવાહી આજે શુક્રવારે પણ યથાવત રહેવા પામી છે અને આઇટી ડિપાર્ટમેન્ટ દ્વારા વધુ રોકડ રકમ જપ્ત કરતા રોકડ આંકડો અઢી કરોડને પાર થયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના કોરલ અને કૅપશન સિરામીક ગ્રુપ ઉપર ઇન્કમટેક્સ દ્વારા મેગા દરોડા પાડવામાં આવ્યા હતા દરોડા દરમિયાન ઇન્કમટેક્સ વિભાગે કુલ ૨.૫૦ કરોડ કરતા વધુ રોકડ રકમ જપ્ત કરી ૨૫ જેટલા બેંક લોકર પણ સિલ કર્યા હોવાનું બહાર આવ્યું છે. જો કે દરોડા દરમિયાન ઇન્કમટેક્સ વિભાગે વોટ્સએપ મારફતે રોકડ હેરફેર કરવામાં આવતી હોવાનું શોધી કાઢી ફેકટરી સંચાલકોના મોબાઈલ પણ તપાસ અર્થે કબ્જે કર્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

મોરબીના ઇતિહાસમાં મોટી ગણી શકાય એવી આ દરોડાની કાર્યવાહીમાં રૂપિયા પ૦ કરોડથી પણ વધારે આર્થિક વ્યવહારના સાહીત્ય જપ્ત કરાયુ હોવાનું અને બહુ મોટી કરચોરી સામે આવે તેમ હોવાના સંકેતો સાંપડી રહ્યા છે.


મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en