મોરબી : અછતની સહાય માટે ખેડૂતો ૧૫મી સુધી અરજી કરી શકશે

- text


મોરબી : મોરબી જિલ્લાના અછતગ્રસ્ત જાહેર કરાયેલા મોરબી અને ટંકારા તાલુકાના ખેડૂતોએ સહાય માટે કરવાની અરજીની તારીખ લંબાવવામાં આવી છે. જેથી હવે ખેડૂતો આગામી તા. ૧૫ જાન્યુઆરી સુધી સહાયની અરજી કરી શકશે.

ગુજરાત સરકારે ૨૫૦ થી ૪૦૦ મીમી સુધીમાં પડેલ વરસાદમાં સમાવિષ્ટ અસરગ્રસ્ત તાલુકાઓને કૃષી ઈનપુટની સહાય જાહેર કરેલ છે. તે યોજના અન્વયે મોરબી જિલ્લાના મોરબી અને ટંકારા તાલુકાનો સમાવેશ કરવામાં આવેલ છે. આ તાલુકાના ખેડુતોએ નિયત નમુનામાં અરજી સાથે ૭/૧૨ પત્રકમાં વાવેતર અંગેની નોંધ,૮-અ અને બેંક એકાઉન્ટની વિગત સહિતના જરૂરી દસ્તાવેજો સાથે તેમના ગામના તલાટી કમ મંત્રીને તા.૩૧ ડિસેમ્બર સુધીમાં અરજી આપવા હતી. પરંતુ છેલ્લી તારીખ વધારીને તા. ૧૫ જાન્યુઆરી કરેલ છે.

- text

જેથી હવે ખેડૂતોએ આગામી તા. ૧૫ જાન્યુઆરી સુધીમાં અછતની સહાય માટે અરજી કરવાની રહેશે. તેમ ડી.બી.ગજેરા જિલ્લા ખેતીવાડી અધિકારી મોરબીની યાદીમાં જણાવવામાં આવેલ છે.

 

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text