વાંકાનેરના કોઠારીયા ગામે પરિણીતાની છેડતી કરી નિલર્જજ હુમલો

- text


મોરબી: વાંકાનેરના કોઠારીયા ગામે રહેતી પરિણીતાની લાજ લૂંટવાના ઇરાદે તેજ ગામા રહેતા એક શખ્સએ તેણીનું બાવડું પકડી નિર્લજ્જ હુમલો કર્યાની વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલિસે આરોપીને ઝડપી લેવાની તપાસ હાથ ધરી છે.

- text

વાંકાનેરના કોઠારીયા ગામે રહેતી 20 વર્ષીય પરણીતાએ તેજ ગામમા રહેતા ધનજીભાઈ પાંચા ભાઈ સામે વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે સાંજના સમયે કોઠારીયા ગામની સીમમાં ખેતરના શેઢે હતી .તે સમયે ત્યાં રહેલા અરોપી ધનજીએ એકલી રહેલી પરણીતાની લાજ લેવાના ઇરાદે તેના સામું જોયા કરતો હતો.તેથી પરણીતાએ આ બાબતે તેને કડક શબ્દોમાં ઠપકો આપ્યો હતો.તેથી ઉશ્કેરાયેલા અટોપીએ લાજવાને બદલે ગાજીને તેણીનું બાવડું પકડીને નિર્લજ્જ હુમલો કર્યો હતો.ત્યારબાદ આ શખ્સની કરતુત અંગે તેણીએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text