હળવદમાં દારૂ, બિયરની પાર્ટી શરૂ થાય તે પૂર્વે જ પોલીસ ત્રાટકી

- text


અલ્ટો કારમા સવાર પાંચ પ્યાસીઓને પકડી બુટલેગરનું નામ પણ ખોલાવ્યું

હળવદ : હળવદમાં અલ્ટો કારમાં બેસી દારૂ – બિયરની જક્કાસ પાર્ટી કરવા ઇચ્છતા પાંચ યુવાનોની મજા બગાડી પોલીસે પાર્ટી માટે દારૂ – બિયર આપી જનાર બુટલેગરનું નામ પણ ખોલવી શોખીનોની મજા બગાડી નાખી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ હળવદ પોલીસ સરા રોડ ઉપર વોચમાં હતી ત્યારે ઢવાણીયા દાદાના મંદિર પાસે અલ્ટો કારમાં શંકાસ્પદ હિલચાલ જણાતા પોલીસે કારની તલાશી લેતા કારમાંથી ઈંગ્લીશ દારૂ અને બિયર મળી આવ્યા હતા, ઘટના અંગે પોલીસે (૧) સુરેશભાઇ ચંદુભાઇ દેગામા, ઉ.વ.૨૪ ધંધો-મજુરી રહે.હળવદ ભવાની મેડીકલ પાછળ (૨) વિકીભાઇ લાલજીભાઇ મકવાણા, ઉ.વ.૨૩ રહે.હળવદ મામલતદાર કચેરી સામે (૩) વિક્રમભાઇ વિજયભાઇ ગોહીલ ઉ.વ.૨૭ રહે.હળવદ રાવલ ફળી (૪) અશોકભાઇ રણછોડભાઇ ભરવાડ ઉ.વ.૨૭ રહે.હળવદ કુંભાર દરવાજા અને (૫) વિકાશભાઇ રધુભાઇ હળવદીયા, ઉ.વ.૧૯ રહે.હળવદ પાર્થ હોસ્પીટલ પાછળ જી.મોરબીવાળાને ઝડપી લઈ પ્રોહીબિશન અંગે ગુન્હો નોંધ્યો હતો.

- text

વધુમાં પોલીસે આ શખ્સોને દારૂ બિયર સપ્લાય કરવા અંગે બુટલેગર વિકી ઉર્ફે બાડીયો રહે.હળવદ લક્ષ્મી નારાયણ ચોક વાળા વિરુદ્ધ પણ ગુન્હો દાખલ કર્યો હતો જોબકે આ કેસમાં પોલીસે ૧ થી૫ આરોપીઓને દારૂની હેરફેર કરવા સબબ ગુન્હો નોંધ્યો છે ત્યારે પોલીસ કાર્યવાહીથી બુટલેગરો અને પ્યાસીઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text