વાંકાનેરમાં આર.આર.સેલ દ્વારા ફરી એક વખત અંગ્રેજી દારૂ ઝડપી પાડ્યો

- text


વાંકાનેર સીટી વિસ્તારમાં લિંબાળાની ધાર પાસે આવેલ પાણીના સંપની ઓરડીમાંથી ૬૭ અંગ્રેજી દારૂની બોટલ આર.આર.સેલ દ્વારા ઝડપી પાડવામાં આવેલ છે

રાજકોટ રેન્જ પીએસઆઇ એમ. પી. વાળાની સૂચનાથી રામભાઈ મઠ, રસીકભાઈ પટેલ અને સુરેશભાઈ હુંબલે સચોટ બાતમીના આધારે વાંકાનેર લિંબાળાની ધાર પાસે આવેલ પાણીના સંપમાં રેડ કરતાં બે આરોપીઓ મળી આવેલ જેના કબજા માંથી ભારતીય બનાવટના અંગ્રેજી દારૂ ની બોટલ ૬૭ કિંમત રૂપિયા ૨૩,૪૦૦/- બંને આરોપીઓ પાસેથી દારૂ વેચાણની રોકડ રકમ રૂપિયા ૪૩,૬૦૦/- અને ત્રણ મોબાઇલ કિંમત રૂપિયા ૪૫૦૦/- આમ કુલ મુદામાલ રૂપિયા ૭૧૫૦૦/- સાથે આરોપી ભરત શિવા ઝાલા જાતે કોળી અને અનિલ ઘનશ્યામ માલકિયા જાતે કોળીની ધરપકડ કરી વધુ તપાસ વાંકાનેર સીટી પોલીસને સોંપી આપેલ છે.

- text

- text