અપ્રમાણસર મિલકત રાખવા બદલ અંતે લાંચિયા સીટી સર્વેયર લોદરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ

- text


દ્વારકા એસીબી પીએઆઈ દ્વારા ફરિયાદ દાખલ

મોરબી : મોરબીમાં નવેમ્બર માસમાં મકાનની વેચાણ એન્ટ્રી પાડવાના બદલામાં રૂપિયા ૫૦૦૦ ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયેલા લાંચિયા સીટી સર્વેયર જ્યેન્દ્ર લોદરિયા વિરુદ્ધ અંતે અપ્રમાણસર મિલકત રાખવા અંગે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.

મોરબીના ચકચારી લાંચ કેસમાં દેવભૂમિ દ્વારકા એસીબી પીએસઆઇ
વી.એમ.ટાંકે
આરોપી જયેન્દ્રકુમાર જેવંતલાલ લોદરીયા,
સીટી સર્વેયર, જમીન મકાન મોરબી, રહે-૪૦૨- યોગી એપાર્ટમેન્ટ , વસંત પ્લોટ શેરી નં-૯, મોરબીવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

- text

વધુમાં આરોપી જ્યેન્દ્ર લોદરિયા રૂ.૫૦૦૦/- ની લાંચમાં તા-૨૮/૧૧/૧૮ ના રોજ પકડાઇ ગયેલ ત્યારબાદ તેઓની તથા તેઓના ઘરની ઝડતી કરતા રૂ.૮,૪૫,૦૦૦/- મળી આવેલ જે બાબતે તેઓને પૂછતા તે રકમ બાબતે કોઈ આધારભૂત માહિતી કે દસ્તાવેજી પુરાવા આપી શકેલ નહી.આમ, આરોપીએ પોતાની કાયદેસરની ફરજ દરમિયાન રાજ્ય સેવક તરીકેના હોદ્દાનો દૂરૂપયોગ કરી ઇરાદાપૂર્વક ગેરકાયદેસર રીતે રૂ.૮,૪૫,૦૦૦ ની અપ્રમાણસરની રોકડ રકમ મેળવી ગુનાહીત ગેરવર્તન કરેલ તે અંગેનો ગુન્હો દાખલ કર્યો છે અને વધુ તપાસ એચ.પી.દોશી,
મદદનીશ નિયામક,
એ.સી.બી.રાજકોટ એકમ દ્વારા ચલાવવામાં આવી રહી છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text