મોરબીના ચાંચાપર ગામે શનિવારે બીપી, ડાયાબીટીસ તપાસ અને રક્તદાન કેમ્પ

- text


મોરબી : મોરબીના ચાંચાપર ગામે આવતીકલે તા. ૫ ને શનિવારના રોજ બીપી તથા ડાયાબિટીસના તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે રક્તદાન કેમ્પ પણ યોજાનાર છે.

- text

મોરબી તાલુકાના ચાંચાપર ગામે આવેલી પ્રાથમિક શાળા ખાતે આવતીકાલે તા.૫ને શનિવારના રોજ સ્વ. અંબારામભાઈ અવચરભાઈ ભૂતની શ્રદ્ધાંજલિ નિમિતે સંસ્કારધામ મંદિર અને સંસ્કાર બ્લડ બેન્કના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ તેમજ આઈએમએના સહયોગથી બીપી તથા ડાયાબીટીસ તપાસના કેમ્પનું બપોરે ૨ વાગ્યે આયોજન કરવામાં આવ્યુ છે. આ કેમ્પનો લાભ લેવા જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે.

- text