હળવદના અપહરણના ગુનામાં ૪ વર્ષથી નાસતો ફરતો આરોપી વડોદરાથી ઝડપાયો

હળવદ : હળવદ પોલીસ મથકના અપહરણના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા આરોપીને એસઓજીની ટીમે વડોદરાથી ઝડપી પાડ્યો છે. સાથે ભોગ બનનારને પણ પોલીસે છોડાવીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ હળવદ પોલીસ મથકના અપહરણના ગુનામાં છેલ્લા ૪ વર્ષથી વોન્ટેડ આકાશ ઉર્ફે ગાભલો ગણપત તડવીને એસઓજીની ટીમે વડોદરાના ચંદ્રનગરમાં આવેલ નિરમા સાબુના કારખાનામાંથી ઝડપી પાડ્યો છે. આ સાથે એસઓજીની ટીમે ભોગ બનનારને છોડાવીને આરોપી સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે.