મોરબીના પાંચ સીરામીક ગ્રુપ પર આઇટીનું સર્ચ ઓપરેશન જારી : ૭૫ લાખની રોકડ કબજે

- text


૨૦૦ આયકર વિભાગના અધિકારીઓના કાફલા દ્વારા ૩૮ સ્થળોએ તપાસનો ધમધમાટ : બેન્ક વ્યવહાર પર તપાસ કેન્દ્રિત કરાઈ

મોરબી : મોરબીના પાંચ સીરામીક ગ્રુપ પર વહેલી સવારે ઇન્કમટેક્ષ વિભાગના અધિકરીઓએ પાડેલા દરોડા હાલ જારી છે. આયકર વિભાગના ૨૦૦ જેટલા અધિકારીઓ દ્વારા ૩૮ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરીને રૂ. ૭૫ લાખની રોકડ તેમજ થોકબંધ સાહિત્ય કબજે કરવામાં આવ્યા છે. હાલ બેન્ક વ્યવહાર પર તપાસ કેન્દ્રિત કરવામાં આવી છે. આ દરોડા દરમિયાન કરોડોની ટેક્ષચોરી ઝડપાઇ તેવી શકયતા સેવાઈ રહી હોવાનું જાણવા મળ્યું છે.

સીરામીક સીટી મોરબીમાં આજે ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવતા સૌરાષ્ટ્રભરના ઉદ્યોગકારોની નજર મોરબી તરફ પડી છે. આયકર વિભાગના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ઇન્કમટેક્ષ દ્વારા મોરબીના કોરલ સીરામીક, ક્લેસ્ટોન ક્રિષ્ના સીરામીક, કિશાન ગ્રુપ, કેપ્સન ગ્રુપ સહિતના પાંચ સીરામીક ગ્રુપને ટારગેટ બનાવીને દરોડા પાડવામાં આવ્યા છે. આયકર વિભાગના ૨૦૦ અધિકારીઓએ આ પાંચ ગ્રૂપની ૩૮ જેટલી જગ્યાઓએ સર્ચ ઓપરેશન હાથ ધરીને પુરાવાઓ એકત્ર કરવાનું શરૂ કરી દીધું છે.

પાંચ સીરામીક ગ્રુપ સાથે એક ફાયનાન્સરની પેઢી પર પણ સર્ચ કરવામાં આવી રહ્યું છે. આ સર્ચ ઓપરેશનમાં ૭૫ લાખની રોકડ તેમજ થોકબંધ દસ્તાવેજી સાહિત્ય કબજે કરવામાં આવ્યું છે. આયકર વિભાગના અધિકારીઓએ હાલ બેન્ક વ્યવહાર પર તપાસ કેન્દ્રિત કરી હોવાનું જાણવા મળ્યું છે. વધુમાં આ સર્ચ ઓપરેશનમાં કરોડોની ટેક્ષચોરી સામે આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text

 

- text