મોરબી : વોઇસ ઓફ ગુજરાત કોમ્પિટિશનમાં નવયુગ સ્કૂલનો વિદ્યાર્થી પ્રથમ નંબરે

મોરબી : વોઇસ ઓફ ગુજરાત કોમ્પિટિશનમાં નવયુગ સ્કૂલના વિદ્યાર્થી ચંદુ રાઠોડે પ્રથમ ક્રમ હાંસલ કરીને અનેરી સિદ્ધિ મેળવી છે. ત્યારે તેની આ સિદ્ધિ બદલ મુખ્યમંત્રી દ્વારા સન્માન કરવામાં આવનાર છે.

મોરબીની જાણીતી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં અભ્યાસ કરતા ચંદુ રાઠોડ દ્વારા તીર્થ સ્ટુડિયો આયોજિત વોઇસ ઓફ ગુજરાતની કોમ્પિટિશન રાજકોટ ખાતે યોજાઈ હતી. જેમાં બાળ વિભાગમાં ફાઇનલ વિભાગમાં નવયુગ શૈક્ષણિક સંકુલ વિરપરનો વિદ્યાર્થી ચંદુ રાઠોડ ગુજરાત ફર્સ્ટ આવ્યો છે. તેની આ સિદ્ધિ બદલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા તેમનું સન્માન કરવામાં આવનાર છે. આ સિદ્ધિ બદલ સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયા અને સંસ્થા પરિવારે વિદ્યાર્થીને ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવા આશીર્વાદ અને અભિનંદન પાઠવ્યા છે.