મોરબીમાં ઇન્કમટેક્સના મેગા ઓપરેશનમાં ૨.૨૫ કરોડ રોકડા જપ્ત : ૧૫ લોકર સીલ

- text


આયકર વિભાગના ૨૦૦ અધિકારી દ્વારા ૩૮ સ્થળે સર્ચ ઓપરેશનમાં અનેક બેનામી વ્યવહાર મળ્યા

મોરબી : મોરબીમાં આજે વહેલી સવારથી આયકર વિભાગ દ્વારા કોરલ અને કૅપશન ગ્રુપ સહિતના ગ્રુપ ઉપર દરોડાની કાર્યવાહીમાં સવા બે કરોડની રોકડ જપ્ત કરવામાં આવી હોવાનું અને ૧૫ લોકર સીલ કરી દેવામાં આવ્યા હોવાની વિગતો ટોચના સૂત્રો જણાવી રહ્યા છે.

મોરબીમા આજે વહેલી સવારે કોરલ અને કૅપશન ગ્રુપ સહીતના સીરામીક ગ્રુપની વિવિધ કંપની અને રહેણાંક મકાન, ઓફિસો ઉપર આઇટી વિભાગે ૨૦૦ અધીકારીઓ સાથે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે જેમાં સાંજ સુધીમાં ૩૮ સ્થળો પર સર્ચ દરમિયાન મોટાપાયે બેનામી વ્યવહારો ઝડપાયા હોવાની વિગતો મળી રહી છે. જેમાં ૧૫ બેંક લોકર સિલ કરી આઈટી વિભાગે ૨.૨૫ કરોડની રોકડ રકમ જપ્ત કરી હોવાનું ટોચના સૂત્રો જણાવી રહ્યા છે.

વધુમાં કોરલ ગ્રુપ સહિતના ગ્રુપ સાથે સંલગ્ન ૩૮ સ્થળો પરથી કરોડોનો બિનહીસાબી વ્યવહાર ઝડપાયા છે. જેમાં સીરામીક ટાઈલ્સમાં બે નંબરનો વેપાર મોટા પાયે થતો હોવાનુ આવ્યુ બહાર આવ્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આ ઉપરાંત આઇટીના સર્ચ દરમ્યાન હીરા,ઝવેરાત પણ મળી આવ્યા હોવાનું અને રાજ્ય બહાર બિલ વગર સિરામીક ટાઈલ્સનુ વેચાણ થતુ હોવાના ઘટસ્ફોટ સાથે મોટા બેનામી વ્યવહારો ખુલવાની શક્યતા જોવાઇ રહી છે.

- text

ઉલ્લેખનીય છે કે, સિરામીક ટાઈલ્સનો સૌથી વધુ વેપાર મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને દિલ્હી સહીતના રાજ્યોમાં કોરલ ગ્રુપ કરતુ હોવાનુ બહાર આવતા આ દિશામાં પણ આઈટી વિભાગ દ્વારા ક્રોસ તપાસ શરૂ કરી છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text