મોરબી : નવલખી હાઇવે ઉપર બે કાર વચ્ચે ગંભીર અકસ્માત

- text


સદનસીબે ઇકો કારમાં સવાર 11 યુવતીઓને સામાન્ય ઇજાઓ પોહચી : વારંવાર થતા અકસ્માતો નિવરવામાં તંત્ર નિષ્ફળ

મોરબી : મોરબી નવલખી હાઇવે ઉપર આજે સવારે 11 યુવતીઓને લઈને જતી ઇકો કાર સાથે સામેથી આવતી કાર વચ્ચે વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ૧૧ યુવતીઓ તેમજ અન્યોને સામાન્ય ઇજા પહોંચી હતી.

જાણવા મળતી વિગતો મુજબ નવલખી મોરબી હાઇવે ઉપર ખાખરાળા ગામ પાસે આવેલા પેટ્રોલપંપ નજીક એક ઇકો કાર અને આઇ ટેન કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. GJ03 FK 9246 નમ્બરની ઇકો કારમાં માળિયાના જશાપર ગામેથી કામ અર્થે જવા નીકળેલી ૧૧ યુવતીઓને નાની મોટી ઇજા થઇ હતી.જ્યારે GJ 08AP 2079 નમ્બરની આઈ 10 ગાડીમાં બેસેલ વ્યક્તિઓને પણ નાની મોટી ઇજા થઇ હતી.

બે ગાડીઓની જોરદાર ટક્કરના અવાજને સાંભળી આજુબાજુના ગ્રામજનોએ ઘટના સ્થળે પહોંચી ગાડીમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. ટક્કરને કારણે બંને ગાડીઓ પલટી મારીને ઊંઘી થઈ ગઈ હતી.ગાડીઓમાં ભારે નુકશાન થયું હોવાનું તસ્વીરમાં જોઈ શકાય છે.

- text

ઉલ્લેખનીય છે કે નવલખી માળીયા હાઇવે ઉપર વધતા જતા ટ્રાફિકને કારણે તેમજ ઓવર સ્પીડ વાહનો હંકારવાને કારણે વારંવાર અકસ્માતો થતા રહે છે. હાઇવે પોલીસ તેમજ આર ટી ઓ હાઇવે ઉપર તંત્ર દ્વારા નિશ્ચિત કરેલી એમની જવાબદારી નિભાવવામાં ઉણા ઉતરે છે ત્યારે જ આવા અકસ્માતો થાય છે એવું ઘટના સ્થળે ઉપસ્થિત ગ્રામજનોમાં ચર્ચાઈ રહ્યું છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભા

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text