ટંકારા : હીરાબેન શાંતિલાલ જોશીનું નિધન, ૭મીએ ઉઠમણું

ટંકારા : મૂળ ધૂનડા હાલ ટંકારા નિવાસી ચા. મ. મોઢ હીરાબેન શાંતિલાલ જોશી( ઉ.વ. ૭૪) તે સ્વ. શાંતિલાલ વૃજલાલ જોશીના ધર્મપત્ની, જયેશભાઇ, સોનલબેનના માતૃશ્રી, રવિન્દ્રકુમાર શાંતિલાલ પંડયાના સાસુ, સ્વ. મનસુખભાઈ, હસુભાઈ, હરેશભાઇના મોટા ભાભી તથા સ્વ. અનંતરાય લક્ષ્મીશંકર, સ્વ. મનહરલાલ લક્ષ્મીશંકર દવેના બહેનનું તા. ૩ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું ઉઠમણું તા. ૭ને સોમવારે સાંજે ૪ થી ૫ સુધી કુબેરનાથ મહાદેવજી મંદિર, બસ સ્ટેશન પાસે, ટંકારા ખાતે રાખેલ છે.