રાજકોટને એઈમ્સ મળતા મોરબીને પણ ફાયદો થશે : કાંતિલાલ અમૃતિયા

સમગ્ર સૌરાષ્ટ્રને કેન્દ્ર અને રાજ્ય સરકારની અમૂલ્ય ભેટ : દર્દીઓને હવે અદ્યતન સારવાર ઘર આંગણે મળી થશે

મોરબી : સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છને આધુનિક તબિબી સેવા, સુવિધા ઉપલબ્ધ કરાવવા બદલ અને રાજકોટને એઈમ્સ( ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ ) આપવાની લાંબા સમયની માંગને સંતોષીને રાજકોટને એઈમ્સ ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજકોટને એઇમ્સ મળતા તેનો ફાયદો મોરબીને પણ મળવાનો છે. તેમ કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું હતું.

પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યુ કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ ભા.જ.પ.અમિતભાઇ શાહ, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, કેન્દ્રીય આરોગ્ય મંત્રીજે.પી. નડડાજી, કેન્દ્રીય મંત્રી પુરષોત્તમભાઈ રૂપાલાજી, કેન્દ્રિયમંત્રી મનસુખભાઈ માંડવીયાજી, સૌરાષ્ટ્ર કચ્છના લોકસભા તથા રાજ્યસભાના સર્વે સાંસદો તથા આ વિસ્તારમાં જે આગેવાનોએ આ ચળવળમાં સમર્થન કર્યું છે તે તમામ આગેવાનો પ્રયાસ સફળ રહેતા રાજકોટને એઇમ્સ મળી છે.

સામાન્ય રીતે મેડિકલ બાબતોમાં અતિઆધુનિક સારવારથી ખૂબ જ વંચિત એવા સૌરાષ્ટ્ર કચ્છ માટે એઈમ્સ આશીર્વાદરૂપ બનશે.અને અમદાવાદ, મુંબઇ, દિલ્હી બેંગલોર કે ચેન્નાઈની સમકક્ષ સારવાર અત્રે ઉપલબ્ધ થશે. સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ માટે આ અત્યંત આનંદના સમાચાર છે. જેને સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના રહેવાસીઓ ઉમંગથી આવકારે છે. રાજકોટને એઇમ્સ મળવાથી હવે મોરબીના દર્દીઓને પણ સરળતા પડશે. તેમ અંતમાં કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું હતું.