મોરબી રોટરી કલબમાં નવા વર્ષે 9 સભ્યોનો સમાવેશ કરી શપથવિધિ યોજાઈ

- text


રોટરી ચાર્ટડ ડે ની કેક કાપીને ઉજવણી કરી વિવિધ પ્રોજેક્ટની વિડીયોગ્રાફી દર્શાવાઇ

મોરબી : રોટરી કલબ મોરબી દ્વારા નવા વર્ષના પાવન અવસરે આ સંસ્થામાં નવ સભ્યોનો સમાવેશ કરીને તેમની શપથવિધિ રોટરી કલબના મહાનુભવ પ્રતિમાબેન શાહના હસ્તે કરવામાં આવી હતી.

આ ઉપરાંત રોટરી ચાર્ટર્ડ ડે ઉજવણી કેક કાપીને કરવામાં આવી હતી.તેમજ મોરબી રોટરી કલબ દ્વારા જે જે પ્રોજેક્ટ કરવામાં આવે છે તેની વીડિયોગ્રાફી લોકોને દર્શાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રોટરી કલબના હોદેદારો અને સભ્યો સહિતના લોકો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા રોટરી કલબના પ્રમુખ રસેશ મહેતા,સેક્રેટરી અબ્બાસભાઈ લાકડાવલ સહિતના પદાધિકારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.

- text

- text