વાંકાનેરમાં ઇકો કાર હડફેટે મોટર સાઈકલ ચાલકને ઇજા

વાંકાનેર : વાંકાનેરના રાજકોટ રોડ ઉપર ઇક્કો કાર નંબર GJ-36-B-6321ના ચાલકે મહેન્દ્રગીરી સુખદેવગિરી ગોસ્વામી જાતે બાવાજી ઉ.વ-૬૩ ધંધો.નિવ્રુત રહે.જીનપરા અમરનાથ સોસાયટી શેરી નં-૫ તા.-વાંકાનેર જી.મોરબી વાળાને હડફેટ લઈ ગંભીર ઇજા પહોંચાડી ઇકો કાર પલટી ખવડાવી નાસી જતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.