મોરબીના યુવા પત્રકાર વિપુલભાઈ પ્રજાપતિનો આજે જન્મદિવસ

 

મોરબી : મોરબી પત્રકાર જગતમાં સતત દોડતા રહેતા સંદેશના જાગૃત યુવા પત્રકાર વિપુલભાઈ પ્રજાપતિનો આજે જન્મદિવસ છે.

૨ જાન્યુઆરી ૧૯૮૮ના રોજ જન્મેલા વિપુલભાઈ પ્રજાપતિ છેલ્લા ૧૫ વર્ષ કરતા વધુ સમયથી પત્રકાર જગત સાથે જોડાયેલ છે અને રગ – રગમાં પત્રકારત્વ દોડતું હોય નાની મોટી કોઈ પણ ઘટનાઓના અહેવાલમાં સદાય અગ્રેસર રહી મોરબીના અધિકારીઓ, પદાધિકારીઓથી લઈ વેપારીઓ, ઉદ્યોગપતિઓ અને શિક્ષણ જગતના તમામ લોકો સાથે સારો એવો ઘરોબો કેળવી સંદેશ બ્યુરોમાં મહત્વની જવાબદારી નિભાવી રહ્યા છે.

સૌમ્ય, શાલીન, કર્તવ્યનિષ્ઠ અને સતત દોડતા તેમેજ સજાગ પત્રકાર વિપુલભાઈ પ્રજાપતિ કલમના કસબી હોવાની સાથે – સાથે ફોટોગ્રાફીમાં પણ નિપુણતા ધરાવે છે અને અલગ અંદાજ અને અલગ એન્ગલની તેમની એક ક્લિક હજારો શબ્દોના અહેવાલથી પણ વિશેષ હોય છે.

પત્રકારત્વની સાથે – સાથે વિપુલભાઈ સમાજસેવા સાથે પણ જોડાયેલા છે અને યંગ ઇન્ડિયા ગ્રુપમાં વિશેષ યોગદાન આપી પુસ્તક પરબ જેવી સંસ્થામાં સક્રિય પણ ભૂમિકા ભજાવી સાહિત્ય ક્ષેત્રે પણ મહત્વની ભૂમિકા અદા કરી પ્રકૃતિની રખેવાળી માટે રોપા વિતરણ જેવી પ્રવૃત્તિમાં સક્રિય બની યોગદાન આપી રહ્યા છે.
આજના અવસરે ઈશ્વર વિપુલભાઈ પ્રજાપતિની દરેક મનોકામના સમયસર પૂર્ણ કરે અને દરેક બાબતમાં સફળતાનાં ઉચ્ચ શિખરો સર કરે તેવી શુભકામનાઓ સાથે મિત્ર, સ્નેહી, સગા વ્હાલાઓ તરફથી તેમને મોબાઈલ નંબર 9913053249 ઉપર શુભકામનાઓનો ધોધ વહી રહ્યો છે.