મોરબીમાં ઉમિયા સર્વિસ કલાસ ફોરમ દ્વારા રવિવારે વાર્ષિકોત્સવ

- text


વિવિધ ક્ષેત્રોના મહાનુભાવોની હાજરીમાં પ્રતિભા સન્માન સમારોહ, નિવૃત્તિ વિદાયમાન અને બઢતી સન્માનના કાર્યક્રમો

મોરબી : મોરબીમાં ઉમિયા સર્વિસ કલાસ ફોરમ દ્વારા આગામી તા. ૬ ને રવિવારના રોજ રવાપર રોડ ખાતે આવેલ સ્વાગત હોલમાં વાર્ષિકોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ ક્ષેત્રોના મહાનુભાવોની હાજરીમાં પ્રતિભા સન્માન સમારોહ, નિવૃત્તિ વિદાયમાન અને બઢતી સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવનાર છે.

મોરબીના ઉમિયા સર્વિસ કલાસ ફોરમ દ્વારા દર વર્ષે વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત આ વર્ષે આગામી તા. ૬ જાન્યુઆરીને રવિવારના રોજ બપોરે ૪ કલાકે સ્વાગત હોલ, રવાપર ચોકડી, મોરબી ખાતે વાર્ષિકોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રતિભા સન્માન, નિવૃત્તિ વિદાયમાન અને બઢતી સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવશે..

- text

આ સમારોહના અધ્યક્ષ તરીકે ક.પા. કન્યા કેળવણી મંડળના પ્રમુખ બેચરભાઈ હોથી ઉપસ્થિત રહેશે. સાથે મુખ્ય અતિથિ તરીકે કલેકટર આર.જે. માકડીયા, ડી.કે.પટેલ, વી.ટી. કોરવાડિયા, એસ.એમ. પટેલ, જી.પી. ઉધરેજા, વલમજીભાઈ અમૃતિયા, રાઘવજીભાઈ ગડારા, પોપટભાઈ કગથરા, પરેશભાઈ પટેલ, લીંબાભાઈ મસોત, કેશુભાઈ આદ્રોજા, શીવલાલભાઈ ઓગણજા સહિતના ઉપસ્થિત રહેશે.

વાર્ષિકોત્સવને સફળ બનાવવા માટે ધીરુભાઈ સાણજા, રમેશભાઈ બુડાસણા, રવજીભાઈ ચીખલીયા, ભાણજીભાઈ આદ્રોજા અને નાનજીભાઈ મોરડીયા સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા મંત્રી અશ્વિનભાઈ એરણીયા અને પ્રમુખ ડો. ભાવેશભાઈ જેતપરિયાએ નિમંત્રણ પાઠવ્યું છે.

- text