હળવદમાં બાઈકે હડફેટે લેતા મહિલાનો પગ ભાંગ્યો

- text


પુરપાટ ઝડપે બાઇક ચલાવીને અકસ્માત સર્જનાર બાઇકચાલક સામે ગુનો નોંધાયો

હળવદ : હળવદમાં પુરઝડપે જતા બાઈકચાલકે એક મહિલાને હડફેટે લીધા હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અકસ્માતમાં મહિલાનો પગ ભાંગી ગયો હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ હળવદના હરીદર્શન હોટેલથી શરણેશ્વર મહાદેવ મંદિર તરફ જવાના રસ્તે નયનાબેન રાજેશભાઇ ચાવડા ઉ.વ. ૪૩ ચાલીને જતા હતા. આ દરમિયાન ત્યાંથી પુરપાટ ઝડપે નીકળેલા જીજે ૧૩ એસ ૨૦૮૯ નંબરના હીરો હોન્ડા ચાલકે તેઓને હડફેટે લેતા તેમનો પગ ભાંગી ગયો હતો.

આ ઘટના તા. ૨૫ના રોજ સર્જાઈ હતી. જેની ફરિયાદ મહિલાના પુત્ર યોગી ચાવડાએ હળવદ પોલીસ મથકમાં તા. ૧ના રોજ નોંધાવતા પોલીસે બાઈકચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text