મોરબીની પરિણીતાને ત્રાસ આપતા પતિ સહિત ૩ સાસરિયા સામે ફરિયાદ

- text


મોરબી : મોરબીની પરિણીતાને ત્રાસ આપતા પતિ સહિતના ૩ સાસરિયા સામે મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. આ ફરિયાદના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના વાવડી રોડ પર આવેલ શિવમ સોસાયટી ખાતે સાસરિયું ધરાવતા સોનલબેન ચંદ્રેશભાઈ પરમારે મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે તેઓના પતિ ચંદ્રેશ જેઠા પરમાર, જેઠાણી નિરુબેન દિનેશ પરમાર તેમજ વિજુબેન કિશોર પરમાર કરિયાવર બાબતે મેણાટોણા મારીને અપશબ્દો બોલીને ત્રાસ આપે છે.

- text

પરિણીતાની આ ફરિયાદના આધારે મહિલા પોલીસે સાસરિયા પક્ષના ૩ સામે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text