ગલ્ફના દેશોમાં એન્ટી ડંપીંગ ડ્યુટી ન લાગે તે માટે દિલ્હીમાં રજુઆત

- text


સાંસદ મોહનભાઇ કુંડરિયાની આગેવાનીમાં મોરબી સિરામિક એસોશિએશનની રજુઆત

મોરબી : મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીઝ જ્યાં સૌથી વધુ વેપાર કરે છે તેવા ગલ્ફ દેશોમાં એન્ટી ડંપીંગ ડ્યુટી નાખવા હિલચાલ થતા આ મામલે આજે મોરબી સિરામિક એસોશિએશન દ્વારા સાંસદ મોહનભાઇ કુંડારીયાની આગેવાનીમાં કોમર્સ મિનિસ્ટર સુરેશ પ્રભુને રજુઆત કરવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ આજે દિલ્હી ખાતે કોમર્સ મીનીસ્ટર સુરેશ પ્રભુને જીસીસી દેશોમા સિરામીક પ્રોડક્ટ ઉપર એન્ટીડંમ્પીંગ ન લાગે તે માટે રજુઆત કરવા માટે સાંસદ મોહનભાઇ કુંડારીયા તેમજ મોરબી સિરામીક એશોસીએસન પ્રમુખ નિલેષ જેતપરીયા તેમજ કમીટી મેમ્બર મનિષ સવસાણી, પરેશ કુંડારીયા, તેમજ પીન્ટુ પાડલીયા સહીતના હોદ્દેદારો મળીને વિસ્તૃત રજુઆત કરી હતી.

- text

ઉલ્લેખનીય છે કે ગલ્ફ દેશોમાં એન્ટી ડંપીંગ ડ્યુટી મામલે સાંસદ મોહનભાઇ કુંડારીયા દ્વારા અંગત રસ લઇને સિરામીક પ્રોડકટમા એન્ટીડંમ્પીંગ ન લાગે તે માટે સરકારના દરેક વિભાગમા પણ જાણ કરીને યોગ્ય કરવા માટે સતત ચિંન્તા કરતા રહેલા છે .

મોરબીના ટોટલ એક્સપોર્ટના ૪૦% જેટલુ એક્સપોર્ટ જીસીસી દેશોમા થાય છે ત્યારે મોરબીના સિરામીક ઉધોગના અસ્તીત્વ માટે એન્ટીડંમ્પીંગના લાગે તે બહુજ અગત્યનુ છે જો કે, કોમર્સ મીનીસ્ટર સુરેશ પ્રભુ દ્વારા સરકાર દ્વારા થતી બધી મદદ કરવાની કટીબધ્ધતા દર્શાવવામાં આવતા ઉદ્યોગકારોમાં આશાનું કિરણ જાગ્યું છે.

- text