મોરબીની નવયુગ વિદ્યાલયમાં વાલી મિટિંગ મળી

વાલી અને શિક્ષકો વચ્ચે આદાન પ્રદાન થાય તેવા હેતુસર આયોજીત મિટિંગમાં મોટીવેશનલ સ્પીકરનું વક્તવ્ય પણ યોજાયું

મોરબી : મોરબીની નવયુગ વિદ્યાલયમાં બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે વાલીઓ અને શિક્ષકો વચ્ચે આદાન પ્રદાન થાય તેવા હેતુથી વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટીવેશનલ સ્પીકરનું વક્તવ્ય પણ રાખવામાં આવ્યું હતું.

બાળકના સર્વાંગી વિકાસ માટેની અગત્યની બાબત એટલે શિક્ષણ, શિસ્ત, સંસ્કાર અને સ્વાસ્થ્ય. આ દરેક બાબતનું જીવનમાં વિશેષ મહત્વ રહેલું હોય છે. ત્યારે બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષકો અને વાલીઓ વચ્ચે આદાન પ્રદાન થાય તેવા હેતુથી નવયુગ વિધાયલયમા વાલી મિટિંગનું આયોજન કરવામાં આવે છે.

જે અંતર્ગત ગત રવિવારના રોજ કેજી તથા ધો. ૧ થી ૪ના વિદ્યાર્થીઓ માટે જીઆઈડીસીમાં આવેલ પ્રસંગ હોલ ખાતે વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટીવેશનલ સ્પીકર પ્રતિકભાઈ કાછડીયાએ વક્તવ્ય આપ્યું હતું. આ તકે શાળાના પ્રિન્સિપાલ જે.બી રામાણી, નિયામક એન.બી. અઘારા અને પ્રમુખ પી.ડી. કાંજીયા તેમજ મોટી સંખ્યામાં વાલીગણ ઉપસ્થિત રહ્યો હતો.