મોરબીના વિકાસ વિદ્યાલયમાંથી નાશી છુટેલી ત્રણેય બગદાણાથી મળી આવતા હાશકારો

બે સગીરા અને યુવતી દીવાલ કુદી નાસી છૂટતા પોલીસ અને સંચાલકો ધંધે લાગ્યા હતા

મોરબી : મોરબીના વિકાસ વિધાલયમાં એક જ રૂમમાં રહેતી યુવતી અને બે સગીરા રવિવારે દીવાલ કૂદીને ભાગી છૂટી હતી . બાદમાં આજે રાત્રે આ યુવતી અને સગીરા બગદાણાથી મળી આવી હોવાનું જાણવા મળ્યું છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે શોભેશ્ર્વર રોડ ઉપર આવેલ વિકાસ વિદ્યાલયમાં રહેતી એક યુવતી અને ૧૫ તથા ૧૬ વર્ષની બે સગીરા ગત રવિવારે આ સંસ્થાની દીવાલ ઠેકીને નાશી ગઈ હતી. આ યુવતી અને બે સગીરાના ગુમ થવા મામલે બી ડિવિઝનના પીઆઇ કોંઢિયાએ જણાવ્યું કે નાશી જનાર ત્રણેય બગદાણામાં હોવાનું તેઓને જાણવા મળ્યું હતું. જેથી તેઓએ ફોટા મોકલીને ત્રણેયની ખરાઈ કરી હતી. બાદમાં બી ડિવિઝન સ્ટાફે બગદાણા જઈને યુવતી અને બન્ને સગીરાનો કબ્જો સાંભળ્યો છે.