મોરબી જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘનું ચોથું શૈક્ષણિક અધિવેશન યોજાયું

- text


અધિવેશનમાં નિવૃત થયેલા હોદ્દેદારોને ભાવભેર વિદાય સાથે નવા હોદ્દેદારોને હર્ષભેર આવકાર અપાયો : તેજસ્વી છાત્રો તેમજ નિવૃત શિક્ષકોને સન્માનિત કરાયા

મોરબી : મોરબી જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘ અને શિક્ષણાધિકારી કચેરી દ્વારા ચોથું શૈક્ષણિક અધિવેશન મળ્યું હતું. જેમાં અતિથિઓની ઉપસ્થિતિમાં જિલ્લાના નિવૃત થતા શિક્ષકોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત સંઘના નિવૃત થતા હોદ્દેદારોને ભાવભેર વિદાય તેમજ નવા હોદ્દેદારોને હર્ષભેર આવકાર આપવામાં આવ્યો હતો. સાથે તેજસ્વી છાત્રો તેમજ નિવૃત થયેલા શિક્ષકોને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા.

મોરબીના વિરપર ખાતે આવેલ નવયુગ શૈક્ષણિક સંકુલ ખાતે જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘ અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે ચોથું શૈક્ષણિક અધિવેશન યોજવામાં આવ્યું હતું. જેમાં અધ્યક્ષ સ્થાને ગુજરાત માધ્યમિક શૈક્ષણિક સંઘના પ્રમુખ દિનેશભાઇ ચૌધરી, ઉદ્દઘાટક તરીકે રમેશભાઈ પટેલ, સુરેશભાઈ પટેલ, મહંત દમજીભગત, આર.આઈ. હરણીયા અને આર.ડી. વસરા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

આ તકે સંઘના પ્રમુખ ટી. એલ. બાવરવા તેમજ મહામંત્રી એચ.એ. ચૌધરી વયમર્યાદાના કારણે નિવૃત થતા તેઓનો વિદાય સમારોહ પણ યોજવામાં આવ્યો હતો. સાથે પ્રમુખ તરીકે નિયુક્તિ પામેલા જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક અશોક કામરીયા અને મહામંત્રી મુસ્તાકભાઈ ભોરિયાની વરણીને હર્ષભેર સ્વીકારીને નવા હોદ્દેદારોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

આ સાથે અધિવેશનમાં જિલ્લાના નિવૃત થતા શિક્ષકો તેમજ અશોકભાઈ કામરીયા અને ધો. ૧૦, ૧૨, એમબીબીએસમાં પ્રવેશ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તજજ્ઞ વક્તા તરીકે એચ.એ. અમૃતિયા, જે.એમ. માનગસેલિયા તેમજ ડીઇઓ બી.એમ. સોલંકીએ શિક્ષણ વિશે પરામર્શ કરીને તેની ગરીમાં વિશેની સમજ આપી હતી.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ, મહામંત્રી, કારોબારી સભ્યો, તથા નવયુગ સંકુલના સુપ્રીમો પી.ડી. કાંજીયાએ જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં સંઘના ૨૫૦ જેટલા શિક્ષકો હજાર રહ્યા હતા.

- text

- text