માળીયાના મોટીબરાર ગામની સરકારી શાળામાં પુસ્તક મેળો યોજી નવુ વર્ષ ઉજવાયું

- text


મોરબી : માળીયાની મોટી બરાર ગામની સરકારી પ્રાથમિક શાળામાં નવા વર્ષની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળા દ્વારા પુસ્તક મેળો યોજીને નવા વર્ષને વધાવવામાં આવ્યું હતું.

મોટીબરાર ગામની સરકારી રત્નમણિ પ્રાથમિક શાળામાં પુસ્તક મેળાનું આયોજન કરી નવા વર્ષની અનોખી ઉજવણી કરવામાં આવી. શાળાના શિક્ષક અનિલભાઈ બદ્રકિયાના જણાવ્યા મુજબ વિદ્યાર્થીઓમાં વાંચન પ્રત્યે રસ અને રુચિ વધે તે હેતુથી શાળાના પુસ્તકાલયમાં ઉપલબ્ધ તમામ પુસ્તકોનું પ્રદર્શન ગોઠવી પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પુસ્તક મેળાનો શાળામાં શિક્ષકો, વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

- text

- text