માળિયાના ખિરઈ ગામે બે જૂથ વચ્ચેની હિંસક અથડામણમાં સામસામી ફરિયાદ

- text


જૂની અદાવતમાં પિતરાઈ ભાઈઓ વચ્ચે સશસ્ત્ર મારામારી થયાનું ખુલ્યું

મોરબી : માળિયાના ખિરાઈ ગામે ગઈકાલે મામા ફઇના પિતરાઈ ભાઈઓ વચ્ચે સશસ્ત્ર મારામારી થયા બાદ આજે બન્ને જૂથે જૂની અદાવતે એકબીજા પર ઘાતક હથિયારોથી હુમલો કર્યાની માળીયા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

માળિયામીના ખિરઈ ગામે રહેતા મામા ફઇના કૌટુંબિક ભાઈઓ વચ્ચે ગઈકાલે સાંજે સશસ્ત્ર બઘડાટી બોલી ગઈ હતી.અને બન્ને જૂથના સભ્યો તલવાર, પાઇપ, ધોકા, સહિતના ઘાતક હથિયારો સાથે એકબીજાને ભરી પીવા આમને સામને ટકરાયા હતા.જેમાં બન્ને પક્ષના મળીને કુલ 14 લોકોને ઇજા થતાં માળીયા, મોરબી અને રાજકોટ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા .આ બનાવને પગલે માળીયા પોલીસ ઘટના સ્થળે દોડી જઈને ખીરઇ ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

- text

આ હિંસક અથડામણના બનાવમાં એક જૂથના મોહસીન અબ્દુલભાઇ લધાણીએ માળીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે,આરોપી રમજાન હારુન, નૂરબીન હાસમ, ફારૂક ઇકબાલભાઈ, સુલેમાન મહોમદ, શોકત હસમે જૂની અડાવતનો ખાર રાખી ફરિયાદી અને તેમની સાથેના સભ્યો પર ઘાતક હથિયારો હુમલો કર્યો હતો, સામાપક્ષે સુલેમાન અહેમદ લધાણીએ વળતી ફરિયાદ નોંધાવી હતી કે,આરોપી મુસ્તાક ઉર્ફે કાળું ઓસમાણ, ગુલામ મોવર, રફીક ગુલામ,અલી ગુલામ, અબ્બાસ અબ્દુલભાઇએ ફરિયાદી અને તેમની સાથે રહેલા અન્ય સભ્યો પર ઘાતક હથિયારોથી હુમલો કર્યો હતો. માળીયા પોલીસે બને પક્ષની સામસામી ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

- text