હળવદના કોમી આગચાંપીના બનાવમાં નાસતા ફરતા ૨૦ આરોપી ઝડપાયા

- text


અદાલતના આદેશને પહલે હળવદ પોલીસ દ્વારા આરોપીઓને વીણી – વીણીને ઉપાડી લેવાયા

હળવદ : હળવદમાં સપ્ટેમ્બર મહિનામાં કોમી અથડામણ બાદ દુકાનો – ગોડાઉનમાં આગચંપીમાં સંડોવાયેલ અને નાસતા ફરતા ૨૦ આરોપીઓને અદાલતના આદેશ અન્વયે હળવદ પોલીસે ઝડપી લીધા હતા.

- text

જાણવા મળ્યા મુજબ ગત તા. ૨૬ સપ્ટેમ્બરના રોજ હળવદમાં હિન્દૂ – મુસ્લિમ વચ્ચે થયેલા ઝઘડા બાદ દુકાન અને ગોડાઉનને આગચંપીના બનાવ બનેલ અને આ ગુન્હામાં અદાલતના આદેશ મુજબ (૧) પરેશ ઉર્ફે કાનો મુગટલાલ રાવલ (૨) નવઘણ ઉર્ફે હળુ સંગરામભાઇ મુંધવા (૩) કીરણભાઇ રજનીકાંતભાઇ પંડયા (૪) હસમુખભાઈ મનસુખભાઇ ડેલાવાળા (૫) છેલાભાઇ રણછોડભાઇ સરેયા (૬) પાંચાભાઈ મેરાભાઇ ગમારા (૭) ધીરજભાઇ નગીનભાઇ લખતરીયા(૮) મનોજભાઇ રસીકભાઇ સવાણીયા (૯) નવનીતભાઇ ભુદરભાઇ ઉર્ફે નાથબાવા ભોરણીયા (૧૦) મીલનભાઇ પ્રવિણભાઇ સર સાવાડીયા (૧૧) હિતેષભાઇ મનસુખભાઇ લોરીયા (૧૨) યોગેશભાઇ માધવજી ભાઈ જાલોરીયા (૧૩) ઘનશ્યામભાઇ રતીલાલભાઇ જાકાસણીયા (૧૪) પંકજભાઇ ચમનભાઇ ગોઠી (૧૫) નાનજીભાઇ સુખાભાઇ (૧૬) સુનિલભાઇ નટુભાઇ કણઝરીયા (૧૭) વિશાલભાઇ અશોકભાઇ જયસ્વાલ (૧૮) બીપીનભાઇ ચંદુભાઇ નિર્મળ (૧૯) નિરવભાઈ મહીપતભાઇ અને (૨૦) કીરણભાઇ રજનીકાંતભાઇ પંડ્યા, રહે. બધા હળવદ વાળાઓની અટકાયત કરી હોવાનું હળવદ પોલીસ ઇન્સપેકટર એમ. આર.સોલંકીએ જણાવ્યું હતું.

- text