મોરબીના ભરતનગર ગામે 101 વૃક્ષોના વાવેતર સાથે થર્ટી ફસ્ટની ઉજવણી કરતા યુવાનો

- text


મોરબી : વિતેલા વર્ષને બાયબાય કરવા અને નવા વર્ષને ઉમંગભેર વધાવવા થર્ટી ફસ્ટએ સમગ્ર વિશ્વમાં જશ્નનો માહોલ છવાયો હતો. થર્ટી ફસ્ટની રાત્રે ઠેરઠેર ડાન્સ વિથ ડીનરના આયોજનો કરી અનેક લોકો મદાહોશીમાં ડૂબી ગયા હતા.ત્યારે મોરબીના ભરતનગર ગામના યુવાનોએ ગ્લોબલ વોર્મિંગ થી બચવા પર્યાવરણના જતનનો સમગ્ર માનવ સમાજને સંદેશ આપીને તહેવારોની સાચી ઊજવણીનો મર્મ દિપાવ્યો હતો.જેમાં ભરતનગર ગામના યુવાનો હિરેનભાઈ કૈલા, હર્ષદભાઈ પચોટીયા, મયુરભાઈ પાચોટીયાએ માળીયા હાઇવે પર કારખનાઓમાં પ્રદુષણનું સંતુલન જાળવવા માટે 101 વૃક્ષોનું વાવેતર કરી આ વૃક્ષોનું કાળજીપૂર્વક જતન કરવાનો સંકલ્પ કરીને થર્ટી ફસ્ટની ઉજવણી કરી હતી.

- text