માળીયા(મી)માં થર્ટી ફસ્ટ પૂર્વે 40 બોટલ સાથે એક ઝડપાયો

- text


મોરબી : થર્ટી ફસ્ટની રંગીન અને મદહોશીભરી ઉજવણી માટે પ્યાસીઓની ડિમાન્ડ પુરી પાડવા સક્રિય થયેલા બુટલેગરો પર પોલીસ ધોસ બોલાવી રહી છે.જેમાં માળીયા મીમાં પોલોસે થર્ટી ફસ્ટ પૂર્વે 40 બોટલ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર માળીયા પોલિસે 31 ડિસેમ્બરના અનુસંધાને પ્રોહીબિશનની ડ્રાંઇવ દરમ્યાન માળિયાના અણીયારી ગામે રહેતા હિમતભાઈ બાબુભાઇ ગડેશિયાને 40 ઈંગ્લીશ દારૂની બોટલ સાથે ઝડપી આ અરોપી સામે પ્રોહીબિશનનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text