મુગ્ધાવસ્થાની મૂંઝવણ : હળવદમાં કિશોરીઓ માટે સેમિનાર યોજાયો

- text


 

હળવદ : બાલ્યાવસ્થા થી કિશોરાવસ્થામાં પ્રવેશી રહેલી વિદ્યાર્થીઓને શારીરીક ફેરફારો અને માનસિક પરિવર્તન અંગે જાતીય શિક્ષણ આપવા હળવદ ખાતે તાલીમ સેમિનાર યોજવામાં આવ્યો હતો જેમાં સમાજ સુરક્ષા વિભાગ અને તજજ્ઞ ડોકટર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આજના આધુનિક જમાનામાં હજુ પણ જાતીય શિક્ષણને અલગ નજરીયાથી જોવામાં આવી રહ્યું છે ત્યારે હળવદ ખાતે જાતીય શિક્ષણને લઈ તાલીમ અને સેમિનાર યોજવામાં આવ્યો હતો જેમાં શિશુમંદિર અને ચિલ્ડ્રન કોમની ૧૨ થી ૧૮ વર્ષની વિદ્યાર્થીનીઓને યુવાવસ્થા પ્રવેશ દરમિયાન શારીરિક ફેરફાર અને આ ફરફારોને કારણે માનસિક પરિવર્તનને લઈ હળવદના તજજ્ઞ તબીબ ડો. જલ્પાબેન માલપરા દ્વારા સ્વચ્છતા, સલામતી અને આરોગ્ય બાબતે મહત્વની જાણકારી આપવામાં આવી હતી.

- text

આ તકે સમાજ સુરક્ષા તથા બાળસુરક્ષા વિભાગના રંજનબેન મકવાણા અને ઇશાબેન સોલંકી પણ હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીનીઓને મુંઝવતા પ્રશ્નો અંગે સંતોષકારક જવાબ આપી સેમિનારને સફળ બનાવ્યો હતો.

- text