વાંકાનેર બાઉન્ડ્રી પાસે રંગપરના યુવાન પર હુમલો, ચોટીલા પોલીસ આવી પહોંચતાં યુવાનનો જીવ બચ્યો

- text


વાંકાનેર : વાંકાનેર ચોટીલા રોડ પર બાઉન્ડ્રી પાસે ફરિયાદી અરવિંદ રાણા ગોગીયા ઉ.વ.૩૦ રહે. મેસરીયા પાટિયા પાસે મૂળ ગામ રંગપર વાળો પોતાની સીએનજી રીક્ષા પાસે હતો ત્યારે મૂળ રંગપરના આરોપી નરેશ ખીમા ગાંગીયા, હરેશ ખીમા ગાંગીયા અને સંજય ખીમા ગાંગીયા એક સંપ કરી કુહાડી અને ધોકા લઇ હીરો હોન્ડા સ્પ્લેન્ડર માં આવી ફરિયાદીને કહેલ કે તે મારા બાપને મારી નાખેલ હવે તેને જીવતો રહેવા દેવો નથી તેમ જણાવી આરોપીઓએ ફરિયાદીને માથામાં કુહાડીના ઘા મારેલ અને ધોકા વડે પીઠમાં તેમજ માથામાં ઇજા કરેલ.

જાહેર રોડ પર બઘડાટી જોતા જોતજોતામાં લોકોના ટોળા ભેગા થઇ ગયેલ અને મારા મારી વખતે જ ચોટીલા પોલીસ રોડ પર પસાર થતી હોય લોકોના ટોળા જોતા ત્યાં આવતાં પોલીસને જોઈ આરોપીઓ નાસી ગયેલ આમ અનાયાસે પોલીસની હાજરીથી એક વ્યક્તિનો જીવ બચી ગયેલ છે

- text

ફરિયાદીને લોહીલુહાણ હાલતમાં વાંકાનેર સિવિલ હોસ્પિટલે લાવતાં તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમની સારવાર કરેલ તેમજ વાંકાનેર તાલુકા પોલીસે આરોપીઓ પર આઈપીસી કલમ 326, 323, 506 (2), 114 જીપી એક્ટ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ પી.એસ.આઈ. બી. ડી. પરમાર, ધર્મેન્દ્રસિંહ જાડેજા, પી. ડી. ઝાલા અને જીતુભાઈ પટેલ ચલાવી રહ્યા છે.

- text