ટંકારા પંથકની જીનોમાં ઠલવાતો કેમિકલયુક્ત કપાસ આરોગ્ય માટે જોખમી

- text


કપાસમાં કેમિકલ્સ નાખી ભેજ ઉત્પનથી વજન વધારી ટંકારા પંથકના જીનર્શોને ખાંભાના વેપારીઓ ધાબડી દેતા હોવાથી પશુઓ અને લોકોના આરોગ્ય પર જોખમ

ટંકારા : ટંકારા પંથકની જીનોમાં ઠળવાતો કપાસ કેમિકલ યુક્ત હોવાને કારણે પશુઓ અને લોકોના આરોગ્ય પર જોખમ ઉભું થયું છે. ખાસ કરીને ખાંભા પંથકના વેપારીઓ કેમિકલ યુક્ત કપાસ સ્થાનિક જિનસોને ધબડી દેતા હોય આ જોખમી કપાસથી સ્થાનિક વેપારીઓને સાવધાન થઈ જવાની લાલબત્તી ધરવામાં આવી છે.

- text

ટંકારા તાલુકાના જીનર્શોને સાવચેત થઈ જવા સુચન કરાયું છે કે, ખાંભા પંથકના ખેડુતોનો ગુણવતા ભરેલ શુદ્ધ કપાસ લઈને ત્યાંના વેપારીઅો આ કોટનમાં કેમિકલ્સ નાખીને વજનમા વધારો કરીને ટંકારા પંથકની જીનોમા આવા કોટન ટ્રકો ભરીને ઠલવાય રહ્યાનું બહાર આવતા સાવચેત થઈ જવા અપીલ છે જે કપાસમાંથી બનતો ખોળ અને તેલ પણ પશુધન તેમજ માનવ સમાજ માટે ખતરાની ઘંટી સમાન સાબિત થઈ શકે તેમ છે. આવા કપાસમાં જીનર્શોને પિલાણમા પ્રોડકશન નહી મળતા લજાઈ પાસેની “શિવમ કોટેક્સ” ના માલિક અનિલભાઈ કામરીયાને જાણ થતા અને તપાસ કરતા કપાસમાં કેમિકલ્સ હોવાનુ બહાર આવતા જીનર્શલોબીમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. અને જીનર્શ લોબીને સાવચેત થઈ જવા અનિલભાઈ કામરીયાએ જણાવ્યું છે.

- text