શાળાના બાળકો માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટીકીટ બંધ કરવા રજુઆત

- text


મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સંદીપ આદ્રોજા દ્વારા રાહત દરે એસટી બસ ફાળવવા પણ માંગ

મોરબી : હાલમાં રાજ્યભરની શાળાઓ દ્વારા પ્રવાસના આયોજન થઈ રહ્યા છે ત્યારે મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ દ્વારા સરકારમાં રજુઆત કરી શાળા પ્રવાસના આયોજનમાં બાળકોને ટીકીટમાં મુક્તિ આપવાની સાથે – સાથે પ્રવાસ માટે એસટી બસના ભાડામાં ઘટાડો કરવા માંગ ઉઠવાઈ છે.

મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સંદિપ આદ્રોજા દ્વારા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો વિનામૂલ્યે લાભ આપવા બાબતની રજુઆત કરતા જણાવ્યું હતું કે, ગુજરાત ટુરિઝમ -પ્રવાસન વર્ષ અંતર્ગત હાલમાં ઘણી બધી શાળાઓ શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરે છે. રાજ્યના જુદા જુદા શૈક્ષણિક અને ઐતિહાસિક સ્થળોની બાળકો મુલાકાત લે છે જેમાં હાલમાં જ નિર્મિત થયેલ વિશ્વની આગવી ઓળખ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની ખૂબ મોટી સંખ્યામાં સરકારી પ્રાથમિક શાળાના બાળકો પૂર્વ મંજૂરી સાથે મુલાકાત લઇ રહ્યા છે.

- text

વધુમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતમાં (દર્શનમાં) તેમની ટિકિટના દરોમાં સરકારી પ્રાથમિક શાળાના બાળકોને કોઈ કન્સેશન કે રાહત આપવામાં આવતી નથી. જો સરકારી પ્રાથમિક શાળાના બાળકોને વિનામૂલ્યે મુલાકાત આપવામાં આવે તો ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના આર્થિક રીતે નિમ્ન સ્તરના બાળકોને ખૂબ મોટી આર્થિક રાહત મળી શકે તેમજ શાળાઓ દ્વારા પણ ખૂબ મોટા પ્રમાણમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પ્રવાસનું આયોજન થાય.

વિશેષમાં રજુઆતમાં જણાવ્યું હતું કે મોટા ભાગની શાળાઓ પ્રવાસ માટે ખાનગી ટ્રાવેલ્સ કંપનીની બસોનો ઉપયોગ કરે છે. કારણકે સરકારી એસ.ટી.બસોના ભાડા કરતા તે સસ્તી અને સુવિધાજનક હોય છે. હાલ GSRTC (ગુજરાત એસ.ટી.) પાસે પણ સુવિધાજનક સીટર અને સ્લીપર વોલ્વો બસો ઉપલબ્ધ છે.જો સરકારી શાળાના વિદ્યાર્થીઓના પ્રવાસ માટે સરકારી બસો ખાનગી ટ્રાવેલ્સના પરીવહન દરો કરતા રાહત દરે ઉપલબ્ધ થાય તો આર્થિક અને સલામતીની દ્રષ્ટિએ પણ યથાયોગ્ય ગણાય તેમ હોવાનું અંતમાં જણાવ્યું હતું.

- text