ટંકારાના હડમતીયાના વિકાસ પુરુષ સ્વ. જેરાજભાઈ કામરીયાનું અનોખું વ્યક્તિત્વ

- text


અણીશુદ્ધ લોકસેવક જેરાજભાઈના બેંક અેકાઉન્ટમાં મરણ સમયે સરદાર પટેલની જેમ ફુટી કોડી પણ ન નીકળી તે આજના યુવાનોને શુસાશનનો રાહ બતાવે છે

ટંકારા : ટંકારા તાલુકાના હડમતીયા ગામના સાચા લોકસેવક અને લોકનેતા જેરાજભાઈ કામરીયાની વસમી વિદાયને આજે પણ ગ્રામજનો યાદ કરી રહ્યા છે. ત્રણ ચોપડી ભણેલા જેરાજભાઈઅે તેમજ તેના સાથી સારથીઅોઅે ગામની પાયાની સુવિધા જેવી કે શિક્ષણક્ષેત્રે ૧૯૭૭ માં માધ્યમિકશાળાની સ્થાપના તેમજ ૧૯૫૫ માં સેવા સહકારી મંડળીની સ્થાપના કર્તા કામરીયા ગંગારામભાઈ ગોવિંદભાઈઅે કરીને પોતે ૫ વર્ષ અધ્યક્ષપદે રહ્યા ત્યારબાદ ૧૯૬૦ થી ૨૦૧૫ સુધી ૪૫ વર્ષ જેરાજભાઈઅે ખેડુત ખાતેદારો માટે સેવા સહકારી મંડળીના અધ્યક્ષ રહી સેવા આપતા રહ્યા, પોતાની શાખ પર ગરીબો અને જમીન વિહોણાઅોને પણ ગૃહઉધોગ જેવી લોનો આપેલ. પોતે ગ્રામપંચાયતના સરપંચપદે બિરાજમાન હતા ત્યારે બીપીઅેલ ધારકોને સો ચોરસવાર પ્લોટની ફાળવણી કરીને સંખ્યાબંધ કુટુંબોને પગભર કરેલાઅોના દાખલા આજે પણ લોક હ્દયે જીવંત છે

ટંકારા તાલુકાના હડમતિયા ગામના વતની અને આજુબાજુના ગામડાઅોમાં “મીની સરકાર” ની છાપ ધરાવતા કોંગ્રેસના પીઢ અગ્રણી કાર્યકર કામરીયા જેરાજભાઈ જીવરાજભાઈ તા.૬/૫/૨૦૧૫ ના રોજ ૭૪ વયે મૃત્યુ પામ્યા હતા. તેમજ તેના સાથી સારથીઅો ખાખરીયા દેવાભાઈ ખીમાભાઈ, રાણસરીયા દેવકરણ દેવજીભાઈ, કામરીયા સવજીભાઈ પ્રેમજીભાઈ, શિણોજીયા બાવાભાઈ કરમણભાઈ, મેરજા મોતીભાઈ દેવશીભાઈ, ડોડીયા માનસંગભાઈ ડાયાભાઈ આ તમામ હોદેદારો હયાત નથી છતા તેમને કરેલા વિકાસકામોના કર્મોની સુવાસ આજે પણ ગામલોકોના હ્દયે ચોતરફ પ્રસરેલી જોવા મળે છે.

જેરાજભાઈઅે ૧૯૭૫ થી ૧૯૯૦ સુધીના ૧૬ વર્ષના ગ્રામપંચાયતના શાસનકાળમાં સરપંચ તરીકે સેવા આપી, ૧૯૭૭ થી ૨૦૧૫ સુધી માધ્યમિકશાળાના ટ્રસ્ટી અધ્યક્ષ તરીકે ૩૮ વર્ષ માનવ સેવા આપી તેમજ ૧૯૬૦ થી ૧૯૧૫ સુધી ૪૫ વર્ષ હડમતિયા સેવા સહકારી મંડળીના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી તેમજ રાજકોટ ડિસ્ટ્રીકટ કો અોપરેટીવ બેંક લઈ આવવામા અહમ ફાળો રહ્યો છે. તેમજ મોરબી ખેતીવાડી ઉત્પન બજાર સમિતિના અધ્યક્ષપદે ૧૫ વર્ષ સેવા આપી

- text

જેરાજભાઈઅે તેમજ સાથી સદસ્યોઅે સ્થાપેલ સંસ્થાઅો જેવી કે માધ્યમિકશાળા, સેવા સહકારી મંડળી તેમજ ગ્રામપંચાયતનો પરદર્શક વહિવટ આજે પણ ગામલોકોના લોકમુખે ચર્ચાનો વિષય બની ગયો છે. પોતાના ગ્રામપંચાયત શાસનકાળમાં ગામમાં બનેલ અપમૃત્યુના બનાવોની અેકપણ પોલિસ અેફઆઈઆરના કેશ થવા દિધેલ ન હતા. ગામમાં બનેલ ઘટના વિશે પોલિસ પહેલા જેરાજભાઈની ખડકી ખખડાવતી અને આગળની શું કાર્યવાહી કરવી તે પોલિસ ખુદ પુછતી. ગામના યુવાનો પણ પાન પાર્લર પર હોય અને જેરાજભાઈને જોઈ જતા તો ત્યાંથી રફુચક્કર થઈ જતા તેવું તેનું આદર જાળવતા. ભિષ્મપિતામહની જેમ જયારે પોતે મરણ શૈયા પર હતા ત્યારે ગામના જ ડીવાયઅેસપીનો સત્કાર સમારંભ હતો પણ આદરણીય જેરાજભાઈની ત્યાં ખોટ હોવાથી ડીવાયઅેસપીની જીદ હતી કે ખુદ પોતાનું પહેલું સન્માન જેરાજભાઈ કરે અને પોતાની ઘેર જઈને કર્યું પણ ખરુ ત્યારે ડીવાયઅેસપીની અાંખો પણ ભિંજાયા વિના રહી શકી નોહતી.

જેરાજભાઈ ટંકારા પંથકના આજુબાજુના ગામડાઅોમાં ખાસુ અેવુ વર્ચસ્વ ધરાવતા હોવાથી તાલુકા પંચાયત તેમજ જીલ્લાપંચાયતમાં બંને પક્ષો તરફથી ટીકીટોની અોફરોને પણ ઠુકરાવેલના દાખલા હયાત છે. તેમને તો ફક્ત ગરીબો તેમજ ખેડુતોના મશિહારુપે જન્મ લીધો હોય તેમ નાતજાતના ભેદભાવ વિના સેવાનો ભેખ ધારણ કરેલ હતો. ગામના ખેડુતો વાકેફ છે તેમણે હડમતિયા ગામની સેવા સહકારી મંડળીમાં કયારેય પણ ફર્ટીલાઈઝર ખાતરની અછત પડવા દિધેલ નોતી, અેમ.અેમ.ગાંધી વિધાલય જેવી શિક્ષણક્ષેત્રે પાયાની સુવિધા ઉપલ્બ્ધ કરીને સજ્જનપર, ઘુનડા (સ.), લગધીરનગર, જોધપર, લીલાપર, કોઠારીયા, ટોળ, અમરાપર સુધીના વિધાર્થીઅોઅે શિક્ષણનો તે સમયે બહોળો લાભ લઈને હાલ બિલ્ડર, ઉધોગપતિ, ડીવાયઅેસપી, પીઅેસઆઈ, મામલતદાર, વકિલ, પોલિસ, પત્રકાર, શિક્ષક, ગુજરાત કક્ષાના કલાસ વન અધિકારી જેવા સમાજને રત્નો આપ્યા છે.

તેમના મૃત્યુંના ત્રણ વર્ષના વાણા વિત્યા છતા પણ હડમતિયા ગામને અેક ખેડુત રત્ન તેમજ શિક્ષણના મસિહાની કાયમ ખોટ રહેશે. ગરીબોના બેલી અને ખેડુતોના મસિહા ગણાતા જેરાજબાપાની સૌ કોઈ રાજકિય પક્ષો ઈજ્જત કરતા. આપણી ગુજરાતી અેક કહેવત છે કે…

” દિવાની કિમત તો અંધારૂ હોય ત્યારે જ ખબર પડે”

“જયરાજ તારી ખોટ, સખા હ્રદય રહેશે સદા;
દરેક વર્ણને મન ચોટ, તુજ જતા જયરાજ તણી પડી મોટી ખોટ”

આચાર્ય રજનીશજીના શબ્દો યાદ કરું તો ”વિશ્વમાં એક માત્ર નિશ્ચિત ઘટના મૃત્યુ જ છે. જીવન માં મૃત્યુ સિવાય બીજું કશું જ નિશ્ચિત નથી બાકી બધું અનિશ્ચિત અને સાંયોગિક છે. આવા સ્થિરતા ભર્યા વિચારોને યાદ કરતા જયરાજભાઈ તેમજ તેના કારોબારી સારથીઅો જેવું વિરલ વ્યક્તિત્વ આજ આપડી વચ્ચે નથી આવા વિકાસ પુરુષોનું અસહ્ય અને ભારોભાર દુખ છે.આ વિરલ વ્યક્તિત્વને શબ્દ પુષ્પરૂપે યાદ કરવા પડે છે અને આજની યુવાપેઢીને પણ સુશાશનની પ્રેરણા આપે છે કે જેરાજભાઈના મરણ સમયે સરદાર પટેલની જેમ બેંક ખાતામા ફુટી કોડી પણ ન નીકળી તે આજના યુવાનને પારદર્શક વહિવટ બતાવે છે. તેમજ હડમતિયાના વિકાસની ખાટલે મોટી ખોટ હોય તેમ લોકમુખે ચર્ચા થઈ રહી છે.

- text