ચાલો બાળકો ફિલ્મ જોવા ! યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીનો આજે જન્મદિવસ

- text


મોરબી : મોરબીમાં સેવાકીય પ્રવૃત્તિક્ષેત્રે સદાય તત્પર રહેતા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીનો આજે જન્મદિવસ છે, આપવાના આનંદમાં માનતા દેવેનભાઈ આજે સરકારી શાળાના બાળકોને મલ્ટીપ્લેક્સમાં પિક્ચર બતાવવાની સાથે – સાથે ગરીબ બાળકોને શિયાળુ પાકનું વિતરણ પણ કરશે.

પોલીસ વિભાગમાં જોડાયને પણ જનસેવા અને ગરીબોના બેલી કહેવાતા યંગ ઇન્ડિયા ગ્રુપ મોરબીના સ્થાપક અને મેન્ટોર દેવેનભાઈ રબારીએ મોરબીમાં દેશભક્તિ અને સેવાકીય પ્રવૃત્તિ ક્ષેત્રે અનોખી મિશાલ કાયમ કરી છે. કોઈ પણ પરિસ્થિતિ હોય દેવેનભાઈનું યંગ ઇન્ડિયા ગ્રુપ ક્યારેય સેવાકીય પ્રવૃત્તિમાં પીછેહઠ નથી કરતું, હિન્દૂ, મુસ્લિમ તહેવારોમાં સર્વધર્મ સમભાવની ભાવનાથી દરેક તહેવારોની અનોખી ઉજવણી કરી પ્રાચીન સંસ્કૃતિને અર્વાચીન સંસ્કૃતિ સાથે સમયબદ્ધ રીતે તાલ મિલાવી તેમાં પણ ગરીબોની અને ખાસ કરીને અનાથ અને વૃદ્ધોની કાળજી લેતા દેવેનભાઈએ પોતાનો જન્મ દિવસ પણ અનોખી રીતે ઉજવવા આજે ત્રણ સરકારી શાળાના બાળકો સાથે જન્મ દિવસ ઉજવવા નક્કી કર્યું છે.

- text

આજે દેવેનભાઈ સરકારી શાળાના બાળકોને મલ્ટીપ્લેક્સમાં મુવી બતાવી જલસો કરાવશે. આ ઉપરાંત સાંજના સમયે દેવેનભાઈ અને યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ઝૂંપડપટ્ટીના ૭૦૦થી વધી બાળકોને સ્વચ્છતા કીટ, એજ્યુકેશન કીટની સાથે સાથે જુદા-જુદા શિયાળુ પૌષ્ટિક પાકનું વિતરણ કરી જન્મદિવસની અનોખી ઉજવણી કરશે.

ગરીબો અને અનાથ બાળકો માટે કંઈક કરી છૂટવાની ભાવના સાથે સાદગીભર્યું જીવન જીવતા દેવેનભાઈને સો સો – સો સલામ સાથે આજે તેમના જન્મ દિવસે મિત્રો, શુભેચ્છકો, પરિવારજનો તરફથી મોં.નં.98259 08787 પર   ખુબ-ખુંબ શુભકામનાઓ મળી રહી છે.

- text