સરકારના વાંકે માળીયાના ખેડૂતોના ૭ કરોડ અટવાયા

- text


ત્રણ વર્ષ પૂર્વે ૬ ટકા વ્યાજમાફી આપી પણ કાગળ ઉપર : ભાવપર સેવા સહકારી મંડળીનો સ્ફોટક પત્ર

માળીયા : ખેડૂતોના દેવા માફી મામલે લોલીપપ આપી રહેલ ગુજરાત સરકાર દ્વારા ત્રણ વર્ષ પૂર્વે ખેડૂતોને વ્યાજમાફી આપ્યા બાદ હજુ સુધી આ રકમ ખેડૂતોને આપવામાં ન આવતા હાલમાં એકલા માળીયા તાલુકાના ૧૦ હજાર ખેડૂતોના ૭ કરોડ ફસાયા હોવાનો ચોકવનારો ઘટસ્ફોટ થયો છે.

માળીયા તાલુકાના ભાવપર સેવા સહકારી મંડળી દ્વારા રાજ્યસરકારને લેખિત પત્ર પાઠવી રજુઆત કરી જણાવાયું છે કે, રાજય સરકારશ્રીની સને ૨૦૧૪/૧૫ ના વર્ષમાં કૃષિ હેતુના લાંબા ગાળાના (મ.મુ.)ધિરાણો
ઉપર ૩ વર્ષ સુધી વ્યાજદરમાં ૬ ટકા વ્યાજ રાહત આપવામાં આવી હતી પરંતુ આ રાહતો હજુ સુધી માળીયા તાલુકાના ૧૦ હજાર ખેડૂતોને ન મળતા ખેડૂતોના ૭ કરોડ રૂપિયા ફસાયા છે.

- text

વધુમાં જણાવ્યા મુજબ સને ૨૦૧૪/૧૫ના વર્ષમાં સરકારે જાહેરાત કરી વિવિધ ખેતધિરાણો ઉપર ૬ ટંકા વ્યાજરાહત વર્ષ સુધી આપવાની જાહેરાત કરેલ જે અનુસંધાને જે તે ખેડુતોને ઓનલાઈન વ્યાજરાહતની દરખાસ્ત કરી જરૂરી વીભાગોને સમય મર્યાદામાં પહોચાડી આપેલ હોય જે પૈકી
ટ્રેકટર, કુવા, પશુખરીદી, ફાર્મ, ગોડાઉન, ડ્રીપ ઈરીગેશન વિગેરે અલગ – અલગ વિભાગમાથી ૬ ટકા વ્યાજરાહતની
૨કમ મળેલ છે. પરંતુ
ગુજરાત રાજય જમીન વીકાસ નીગમના હેડ લેન્ડ ડેવલોપમેન્ટમાથી બંધપાળા જમીન સમતળ અને જમીન સુધારણા જેવી લોનમાં ૨૦૧૪/૧૫ ના વર્ષની ૬ ટકા વ્યાજ રાહતની જાહેરાત મુજબ મોરબી અને રાજકોટને શ્રી રાજકોટ જીલ્લા સહકારી બેંક લી. દ્રારા ૬ ટકા કરેલ દરખાસ્ત
પૈકી હજુ સુધીના વ્યાજ રાહતની કોઈપણ રકમ મળેલ નથી.

વધુમાં આ બાબતે સબંધીત નીગમમાં જાણ કરી વહેલાસર ખેડુતોના વ્યાજરાહતની દરખાસ્તની ૨કમ મંજુર કરી જે તે ખેડુતોને ચુકવી આપવા ભાવપર સેવા સહકારી મંડળી દ્વારા રજુઆત કરી ચાલુ વર્ષે દુષ્કાળની પરીસ્થિત હોય ખેડુતોની સ્થિતી ઘણી નબળી હોય વ્યાજરાહતની રકમ તથા
પાકવીમાની રકમ વહેલાસર મળે તેવી માંગણી મુખ્યમંત્રી સમક્ષ અંતમાં ઉઠાવવામાં આવી હતી.

- text