કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા કરવામાં આવી કિસાન દિવસની ઉજવણી

- text


દેશના પાંચમા પ્રધાન મંત્રી અને ખેડૂત નેતા ચૌધરી ચરણસિંઘની જન્મ જ્યંતી નિમિતે દર વર્ષે ૨૩ ડિસેમ્બરે કિસાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ચરણસિંઘનો જન્મ ૨૩ ડિસેમ્બર ૧૯૦૨ના રોજ થયો હતો.
કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં આજના દિવસે મોરબી જિલ્લામાંથી ખેડૂતોનો બહોળો સમુદાય હાજર રહ્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત ખેડૂતોને ખેતીવિષયક માહિતી આપવામાં આવી હતી. ખાસ કરીને બમણા ઉત્પાદન વિશે, વેલ્યુએડેડ કૃષિ જણસ વિશે, મધમાખી ઉછેરની પ્રક્રિયા અને એમાંથી મળતા રોજગાર વિશે ; આમ ખેડૂતોની આવક અને રોજગારને સ્પર્શતી દરેક પ્રકારની ઝીણવટભરી માહિતી વિસ્તૃત રીતે આપવામાં આવી હતી.

- text

ડૉ. હેમાંગીબેન મહેતા, દિલીપભાઈ સરડવા તેમજ કે.વી.કે જેવા ખેતી વિષયક નિષ્ણાતોએ વૈજ્ઞાનિક ઢબની આધુનિક ખેત પધ્ધતિથી ખેડૂતોને માહિતગાર કર્યા હતા. ખેતીમાં ઉદ્દભવતા વિવિધ પ્રશ્નોનું સરળ ભાષામાં માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.જેમાં જૈવિક ખેતી, પશુપાલન, બિયારણ, જંતુનાશક દવાઓ અંગેના ખેડૂતોના સવાલોના જવાબ આપી કૃષિ ક્ષેત્રના વૈશ્વિક પ્રવાહોથી ખેડુઓને વાકેફ કર્યા હતા.

- text