વાંકાનેર : મોમીન પટેલ અને કળવા પટેલની સંયુક્ત વિચારગોષ્ઠિ સભા યોજાઈ

- text


મૂળ એક ગોત્રના એવા કડવા પટેલ અને મોમીન પટેલની આ બીજી વિચારગોષ્ઠિ સભામાં નિર્ણય : ધાર્મિક અને રાજકીય બાબત સિવાય તમામ બાબતે એકબીજાને સહયોગ કરશે અને સાથે રહીં કામગીરી કરશે : સમગ્ર મોરબી જિલ્લામાંથી બે હજારથી વધુ લોકો એ હાજરી આપી, સંપૂર્ણ સુવિધા, સ્વયંમ ડિસિપ્લિન સાથેનું સુંદર આયોજન

વાંકાનેર : મોરબી જિલ્લાના મોરબી અને ટંકારા તાલુકામાં વસતાં કડવા પટેલ અને વાંકાનેર તાલુકામાં વસતાં મોમીન પટેલ આ બંને પટેલ સમાજ ની એક “પટેલ વિચારગોષ્ઠિ સભા” નું આયોજન વાંકાનેરના પીપળીયારાજ ગામ પાસે આવેલ મોડર્ન સ્કૂલ ખાતે થયું હતું જેમાં બંને સમાજના બુદ્ધિજીવી લોકોએ હાજર રહેલ આશરે બે હજાર લોકોને સંબોધન કર્યું હતું.

આ બન્ને પટેલ સમાજના એકજ ગોત્ર હોય બન્ને સમાજમાં એક જ લોહી હોય અને અરસપરસની ઉદારતા, સહીષ્ણુતા લઈને આ વિચારગોષ્ઠિ સભામાં સમજણ સામાજિક સહકાર અને ભાવાત્મક એકતાને ધ્યાનમાં રાખીને યોજવામાં આવ્યું હતું. આ વિચારગોષ્ઠિ સભાનું મુખ્ય લક્ષ્ય બંને સમાજના સમુદાયો ભવિષ્યના પ્રગતિ અને વિકાસને સુદૃઢ બનાવીને સુખ સંતોષ પૂર્વકનું આનંદમય જીવન જીવે એવો છે.

આ વિચારગોષ્ઠિ સભામાં સમગ્ર મોરબી જિલ્લામાંથી અને મોરબી જિલ્લાના બહાર વસતા બન્ને પટેલ સમાજના લોકોએ હાજરી આપી હતી. અને મહાનુભાવોએ આ સભાને સંબોધી હતી… સૌપ્રથમ વસુદેવભાઈએ કાર્યક્રમના હેતુ અને ઉદેશો સમજાવ્યા હતા. ત્યાર બાદ ઉપસ્થિત રહેલાં મહાનુભાવોએ સંબોધન કર્યુ હતું, જેમાં મુખ્યત્વે જેરામભાઈ પટેલ (વ્હાઇટ હાઉસ) પટેલ સમાજની પ્રગતિ વિશે ની વાત કરી હતી અને છેલ્લે ચાલો આપણે સૌ સાથે મળી આ જ પ્રગતિના રાહ પર આગળ ચાલવાની હાકલ કરી હતી. ગાંધીનગરથી આવેલા અને પંચાસીયાના વતની ડો.આર. એ. શેરસીયાએ થોડી ખેતીની વાત કરીને સમાજ સુધારણાની વાત કરી હતી, પાટીદાર સમાજમાં થઈ રહેલા સમાજસુધારણા અને નવી પહેલની પ્રસંશા કરીને મોમીન સમાજે તેમનું અનુકરણ કરવું જોઇએ અને જૂની પરંપરા છોડીને ફિજુલ ખર્ચ બંધ કરવાની હિમાયત કરી હતી.

- text

જ્યારે મોડાસાથી આવેલા સામાજિક કાર્યકર મોહનભાઈ પટેલે પોતાના પ્રવચનમાં સમાજની પરિભાષા અને સમાજને ટકાવી રાખવા માટેના દ્રષ્ટિ બિંદુ વિશે વાત કરી અને સમજણ આપી હતી. છેલ્લે ગાંધી વિચારધારાને વરેલા શિક્ષણવિદ ડો. હાજીભાઈ બાદીએ એમનો વિષય સામાજિક સહિષ્ણુતા પ્રાકૃતિક અનેેે વૈશ્વિક સંદર્ભે એ વિષય નેેે ન્યાય આપતા જણાવ્યું હતું કે માત્ર ભારતમાં જ નહીં પરંતુુુ સમગ્રહ વિશ્વમાં સામાજિક સહિષ્ણુતા નેે ન્યાય મળે તે ખૂબ જરૂરી છે જે થી કોમ-કોમ કે જ્ઞાતિ-જ્ઞાતિ વચ્ચે વૈમનસ્ય અટકેે અને એકતા કાયમ થાય આવી સભાઓ માણસને માણસ બનાવે છે અને એકતાને બુલંદ કરે છે જો દરેક કોમ ધાર્મિક અને રાજકીય બાબતોથી પર થઈ અને માનવતાને વળે તો ખરા અર્થમાં વિશ્વમાં શાંતિ સ્થપાય.

અંતમાં અયુબ માથકિયાએ સૌનો મળેલ સુંદર સહયોગથી એક સુંદર અને સફળ કાર્યક્રમના સહભાગી થવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. સ્વાગત પ્રવચન ઈદ્રિસ બાદીએ કર્યું હતું ,સંગ્રહ કાર્યક્રમનું સુંદર સંચાલન વાંકાનેરના જાણીતા કૃષિ તજજ્ઞ, સામાજિક કાર્યકર અને સાહિત્યકાર ગની પટેલે કર્યું હતું.

- text