ટંકારા બાર એસોશિએશનના પ્રમુખ તરીકે આર. જી ભાગીયાની બિનહરીફ વરણી

- text


ટંકારા સીવીલ કોર્ટ ખાતે ટંકારા બાર એસોશિએશનના તમામ વકીલો ની મીટીંગમા લેવાયો નિર્ણય : અલ્પેશ દલસાણીયા ઉપ પ્રમુખ, સેકેટરી તરીકે જાનીભાઈ

ટંકારા : ટંકારામાં કોર્ટ શરુ થઇ ત્યારથી વકીલ મંડળ દ્વારા બાર એસો ની ચુંટણી થતી નથી અને સર્વાનુમતે એક નામ પર મહોર લગાવી પ્રમુખ બનાવાની પંરમપરા કાયમ રહી છે. ટંકારા કોર્ટ પરીસરમા મીટીંગમા સર્વાનુમતે ટંકારા બાર એસોશિએશનના પ્રમુખ તરીકે જુના અને જાણીતા આર. જી. ભાગિયાની બીન હરીફ નિમણુક થઈ હતી. આ પદ ની નિમણુક બાદ વકીલ મિત્રો ,સગા સબંધી ,મિત્રમંડળ ,રાજકીય આગેવાનો દ્વારા અભિનંદન પાઠવ્યા હતા અને જીવન મા ઉતરોતર પ્રગતી કરે તેવા આશીર્વાદ પણ મળી રહ્યા છે। આ ચોથીવાર બિન હરીફ વરણી થઈ છે જેમા બિજી વખત આર. જી. પ્રમુખ તરીકે ફરજ સંભાળશે આ અગાઉ પરેશ ઉજરીયા અને સંજય ભાગીયા પ્રમુખ પદે રહી ચૂક્યા છે

- text