મોરબીના જયકો સિરામિકમાં આગ : ડિજિટલ પ્રિન્ટિંગ યુનિટ ખાખ

- text


ફાયર બ્રિગેડે બે કલાક પાણીનો મારો ચલાવ્યો છતાં પ્રિન્ટિંગ મશીન ભસ્મીભૂત

મોરબી : મોરબી વાંકાનેર હાઇવે ઉપર માટેલ રોડ પર આવેલ જયકો સીરામીકમાં ગત મોડીરાત્રીના આગ લાગતા આ આગમાં ફેક્ટરીનું આખે – આખું ડિજિટલ પ્રિન્ટિંગ યુનિટ ભસ્મીભૂત થઈ ગયું હતું.

જાણવા મળતી વિગતો મુજબ મોરબી વાંકાનેર નેશનલ હાઇવે ઉપર માટેલ નજીક આવેલ જયકો સિરામિક ફેકટરીમાં ગત મોડી રાત્રીના અચાનક આગ લાગતા મોરબી ફાયર બ્રિગેડને અને પોલીસને જાણ કરવામાં આવી હતી, જો કે ફાયર બ્રિગેડે ત્રણ – ત્રણ કલાક સુધી સતત પાણીનો મારો ચલાવવા છતાં આગને કારણે ફેક્ટરીનું કિંમતી ડીજીટલ પ્રિન્ટિંગ મશીન યુનિટ આગમાં ખાખ થઈ ગયું હતું.

વધુમાં આ આગને કારણે ડીજીટલ પ્રિન્ટિંગ યુનિટ બળીને ખાખ થઈ જતા મોટું આર્થિક નુકશાન થયું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

- text

- text