મોરબીના સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના બાળકોએ વનસ્પતિનું પ્રત્યક્ષ જ્ઞાન મેળવ્યું

- text


મોરબી : સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના ઈકો કલ્બ દ્રારા આજે બાળકોએ મોરબી જીલ્લામા ધરમપુર પાસે આવેલી સામાજીક વનીકરણ રેન્જ – મોરબી ખાતાકીય નર્સરીની મુલાકાત લીધી હતી. જેમા વન વિભાગના પ્રકૃતિ પ્રેમી અધિકારી સાહેબશ્રી કૌશીક પટેલ અને એરવાડીયા સાહેબે વનસ્પતિનો પ્રત્યક્ષ અભ્યાસ કરાવ્યો હતો સાથે બાળકોને જુદી જુદી વનસ્પતીઓની ઓળખ કેમ કરવી , બીજ કેવી રીતે વાવવુ , કેટલી ઉંડાઈએ બિજ વાવવુ , રોપાઓ કેવી રીતે તૈયાર કરવા,બીજ વાવવા માટે માટી કેવી રીતે તૈયાર કરવી , પોલીથીન બેગ કેવી રીતે ભરવી , રોગ માટે કઈ ઔષધીય વનસ્પતીઓનો ઉપયોગ થાય છે , નિંદામણ કેવી રીતે કરવુ , દવાના છંટકાવ સમયાંતરે કેવી રીતે કરવા વગેરે વિસ્તૃત ઉંડાણપુર્વકથી બાળકોને માહીતગાર કર્યા હતા અને રસપુર્વક બાળકોને વન વિભાગની કામગીરીની ચર્ચા કરીને બાળકો સાથે પ્રશ્નોતરી કરી હતી આ તકે શાળાના પ્રમુખ શ્રી રાજપરા સાહેબ તથા આચાર્ય શ્રી મયુરભાઈ માકાસણા ફોરેસ્ટર ઓફીસર એરવાડીયા સાહેબ અને કૌશીક પટેલનો આભાર વ્યકત કર્યો હતો

- text