સમયસર પૈસા ન મળતા સપ્લાયર્સોએ સીરામીક ફેક્ટરી બંધ કરાવી

- text


હોબાળો મચતા પોલીસે દરમિયાનગીરી કરી મામલો થાળે પાડયો

મોરબી-વાંકાનેર હાઇવે પર ઢુવા નજીક થોડા સમય પહેલા નવી શરૂ થયેલી સીરામીક કંપનીએ સપ્લાયર્સ સહિતના લેણદારોને બાકી રૂપિયાનું પેમેન્ટ ચુકવવામાં હાથ ઉચા કરી દેતા લેણદારો રોષે ભરાયા હતા. અને રોષે ભરાયેલા લેણદારોએ ગઈ કાલે સિરામિક કંપનીમાં ઘસી જઈને હલ્લો મચાવી કારખાનાને બંધ કરાવી દેતા હોબાળો મચી ગયો હતો. અંતે પોલીસે દરમિયાનગીરી કરતા સિરામિક કંપનીના માલિકોએ ૧૫ દિવસમાં નાણા ચુકવવાની ખાત્રી આપતા હાલના તબક્કે મામલો થાળે પડયો હતો.

- text

મોરબી-વાંકાનેર હાઇવે પર ઢુવા નજીક એસેન્ટ ગ્લેઝડ વિટ્રિફાઇડ નામની સીરામીક કંપની આશરે સાત-આઠ મહિના પહેલા શરૂ થઈ છે. ત્યારે નવી શરૂ થયેલી આ સિરામિક કંપની વિવાદમાં સપડાય છે. જેમાં આ સીરામીક કંપની ના માલિકોએ રો મટીરીયલ્સ સહિત મજૂરી ના પૈસા ન ચુકવતા લેણદારો રોષે ભરાયા હતા. સૂત્રો માંથી જાણવા મળતી વિગતો મુજબ સીરામીક કંપનીએ કરોડો રૂપિયા સપ્લાયર્સ,કોન્ટ્રાક્ટર અને મજૂરી ના પૈસા ચુકવવામાં હાથ ઉંચા કરી દેતા વિફરેલા લેણદારો સીરામીક કંપનીમાં ઘસી ગયા હતા અને સીરામીક કંપનીમાં હલ્લો બોલાવી આ કંપનીને બંધ કરાવી દેતા હોબાળો મચી ગયો હતો. અંતે આ મામલા માં પોલીસને મધ્યસ્થી કરવી પડી હતી. પોલીસે સીરામીક કંપની ના માલિકો પાસે થી 15 દિવસ માં સપ્લાયર્સ સહીતના નું બાકી પેમેન્ટ ચુકવવાની લેખિત બાંહેધરી લેવડાવી લેતા હાલના તબબકે મામલો થાળે પડ્યો છે. એક ચર્ચા મુજબ અનેક સીરામીક કંપનીના લેણદારોના કરોડો રૂપિયા બ્લોક થઇ ગયા હોવાથી આગામી સમયમાં અનેક સીરામીક કંપનીમાં નવાજુની થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.

- text