હળવદના સુંદરીભવાની ગામે બોરમાં ખબકેલા પપ્પીને રેસ્ક્યુ કરાયું : જુવો વિડીયો

- text


૨૫૦ ફૂટ ઊંડા બોરમાં પડેલા ગલુડિયાને ગ્રામ્ય યુવાનોની મદદથી કેમેરા ઉતારી સરપંચ – તલાટી દ્વારા બચાવી લેવાયું

હળવદ : હળવદના સુંદરીભવાની ગામે આજે અઢીસો ફૂટ ઊંડા બોરમાં ખબકેલા પપ્પીને (ગલુડિયા) ગામના સરપંચ અને તલાટીએ સ્થાનિક યુવાનોની મદદથી સાતેક કલાકની જહેમત બાદ હેમ ખેમ બચાવી લઈ નવજીવન આપ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ હળવદના સુંદરીભવાની ગામે આજે અઢીસો ફૂટ ઊંડા બોરમાં એકાદ માસનું પપ્પી પડી જતા સદભાગ્યે કોઈ જાગૃત વ્યક્તિ જોઈ ગયું હતું અને બાદમાં બનાવ અંગે સરપંચને જાણ કરવામાં આવતા સરપંચ, તલાટી અને ગામના યુવાનોએ કલાકો સુધી મહેનત કરી હતી.

- text

બાદમાં હળવદ તાલુકાના ચુપણી ગામના એક યુવાને પોતાની કોઠા સૂઝનો ઉપયોગ કરી બહાર ટીવી ગોઠવી બોરમાં કેમેરો ઉતાર્યો હતો અને ગાળીયો બનાવી કેમેરાની મદદથી ગલુડિયાને અંદાજે સાતેક કલાકની જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યું હતું.

આમ, નાના એવા સુંદરીભવાની ગામે બોરમાં પડેલા ગલુડિયાને બચાવવા ગ્રામજનોએ પોતાની કોઠાસૂઝથી રેસ્ક્યુ ઓપરેશન પાર પાડી નવજાત ગલુડિયા લને નવજીવન આપ્યું હતું,

 

જુઓ આ ઘટનાનો વિડીયો…

 

- text