મોરબીમાં આડા સંબંધમાં થયેલ હત્યામાં ત્રણેય આરોપીઓને ગણતરીની કલાકોમાં ઝડપી લેવાયા

- text


મોરબી પોલીસ પહેલા મોરબી અપડેટની ટીમનું ઇન્વેસ્ટિગેશન ! અક્ષરશઃ અહેવાલ સત્ય સાબિત થયો

મોરબી : ગઈકાલે રાત્રીના મોરબીના માળીયા વનાળિયામાં પત્ની સાથે પ્રેમીને કઢંગી હાલતમાં જોઈ જનાર પતિની નિર્મમ હત્યા કરવા મામલે આજે પોલીસે ગણતરીની કલાકોમાં ત્રણેય હત્યારાઓને દબોચી લીધા હતા. જો કે આ ચકચારી બનાવમાં એફઆરઆઈ નોંધાઇ તે પૂર્વે જ ગતરાત્રીના મોરબી અપડેટની ટીમે સચોટ અહેવાલ અને હત્યાનું કારણ વાચકો સમક્ષ મૂક્યું હતું જે આજે પોલીસ તપાસમાં અક્ષરશઃ સત્ય સાબિત થયું છે.

ઘટના અંગે જાણવા મળ્યા મુજબ ગતરાત્રીના માળીયા વનાળિયા વિસ્તારમાં મહેશ હેમંતભાઈ રાઠોડ (બારોટ)ની છરીના ઘા ઝીકી હત્યા કરી નાખવામાં આવતા હેતલબેન રમેશભાઈ પરમારે બી ડિવિઝન પોલીસ મથકમાં ગત રાત્રીના ફરિયાદ નોંધાવી હતી કે મનસુખ ઉર્ફે પ્રવિણ ખીમાં સોલંકી, સામજી ખીમાં સોલંકી અને જ્યોત્સના ઉર્ફે જયશ્રી મનસુખ ઉર્ફે પ્રવીણ સોલંકી, રે.તમામ, માળીયા વનાળિયા સોસાયટીવાળાઓએ પોતાના ભાણેજ મહેશ હેમંત રાઠોડને મોતને ઘાટ ઉતારી નાખ્યો હતો.

વધુમાં પોલીસ સમક્ષ ફરિયાદમાં જણાવ્યું હતું કે મૃતક હેમંત પોતાની પત્ની જયાને હત્યારા મનસુખ ઉર્ફે પ્રવીણ સાથે કઢંગી હાલતમાં જોઈ જતા હવે પછી આડા સંબંધો નહિ રાખવા સમજવવા જતા ત્રણેય આરોપીઓએ એકસંપ કરી હેમંતને છરીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતાર્યાનું જણાવતા પોલીસે આ ગંભીર બનાવ મામલે ફરિયાદ નોંધી ગણતરીની કલાકોમાં જ મહિલા સહિત ત્રણેય આરોપીઓને ઝડપી લીધા હતા અને આ મામલે જિલ્લા પોલીસવડાએ પત્રકાર પરિષદમાં સઘળી હકીકત જાહેર કરી હતી.

જો કે મોરબી અપડેટના વાચકોને તો ગઈકાલે રાત્રીના જ આ ચૉકાવનારી ઘટનાની સમગ્ર હકીકત મળી ગઈ હતી, વાચકો તરફથી મળી રહેલા અદભુત પ્રતિસાદ અને જાગૃત વાચકોના માર્ગદર્શનને પગલે જ મોરબી અપડેટ આજે સફળતાનાં શિખરો સર કરી વાચકોના દિલમાં વસ્યું છે….

- text

મોરબી અપડેટના સમાચારો આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી ફ્રી એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ માટે નીચેની લિંક પર ક્લીક કરો અને મોરબી અપડેટની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો.

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

 

 

- text