માળીયાની આનંદી સંસ્થાના મોબાઈલ ચોરી જનાર બે શખસો ઝડપાયા

- text


મોરબી એલ.સી.બી. તથા માળીયા પોલીસની સયુંકત કામગીરી

માળીયા : માળીયાની આનંદી નામની સેવાભાવી સંસ્થાની ઓફીસના નકુચા તોડી ૪૦ હજારની કિંમતના મોબાઈલ ચોરાઈ જવા મામલે મોરબી એલસીબી અને માળીયા પોલીસે સયુંકત કામગીરી કરી બે તસ્કરોને ઝડપી લીધા હતા.

મોરબી એલસીબી ઇન્ચાર્જ પીઆઇ આર.ટી.વ્યાસના જણાવ્યા મુજબ એલ.સી.બી. સ્ટાફ તથા માળીયા (મિ.) પોલીસ સ્ટેશનનો સ્ટાફ મિલકત સબંધી ગુનાઓ શોધવા સબબ માળીયા (મિ.) પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન રજનીકાન્ત કૈલા તથા અશોકસિંહ ચુડાસમાને મળેલ હકિકત આધારે માળીયા મીંયાણાની આનંદી નામની (NGO) સંસ્થાની ઓફીસના દરવાજાનો નકૂચો તોડી ઓફિસમાંથી ઓપો કંપનીના મોબાઇલ ફોન નંગ-૪ કી.રૂ.૪૦,૦૦૦ના મુદ્દામાલની ચોરી કરી લઇ જનાર આરોપી (૧) મહમદ આરીફ ઇલ્યાસભાઇ કટીયા મિયાણા ૨હે. બારનો દતીપળો માળીયા જી.મોરબી તથા (૨) રજાક ઉર્ફે રાજ ઇસાભાઇ જેડા રહે, પાટી વિસ્તાર, માળીયા જી.મોરબી વાળાઓને પકડી પાડી ચોરીમાં ગયેલ ઓપો કંપનીના મોબાઇલ ફોન નંગ- ૪ કી.રૂ.૪૦,૦૦૦ ના રિકવર કરી ચોરીમાં ગયેલ તમામ (૧૦૦%) મુદ્દામાલ રિકવર કરેલ છે.

- text

આમ મોરબી એલ.સી.બી. તથા માળીયા (મિ.) પોલીસે
સંયુક્ત રીતે તપાસ કરી ગણતરીના દિવસોમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી બે આરોપીઓને પકડી પાડી ચોરીમાં ગયેલ તમામ મુદામાલ રિકવર કરેલ હતો.

- text