મોરબી અદાલતની મુલાકાત લેતા ઉમા વિદ્યા સંકુલના વિદ્યાર્થીઓ

- text


 

મોરબી : શિક્ષણની સાથે સાથે શાળામાં અભ્યાસ દરમિયાન બાળકોને બંધારણીય કાયદાની સમજ મળે અને ઓફીસ, પોલીસ મથક, પોસ્ટ ઓફિસની કામગીરીની જાણકારી મળે તેવા આશયથી ઉમા વિદ્યા સંકુલ મોરબી દ્વારા ધોરણ ૭ના વિદ્યાર્થીઓને અદાલતની મુલાકાતે લઈ જવાયા હતા.

સામાકાંઠા વિસ્તારમાં પ્રવૃતિઓની નગરી તરીકે ઓળખાતી ઉમા વિદ્યા સંકુલની પ્રણાલી મુજબ બાળકોને પ્રત્યક્ષ જ્ઞાન મળે તે હેતુથી સામાજિક વિજ્ઞાનમાં આવતું પ્રકરણ અદાલત શા માટે? જેનો પ્રત્યક્ષ અભ્યાસ બાળકો કરે તે હેતુથી અદાલતની મુલાકાત કરી જેમાં અદાલતની પ્રત્યક્ષ કામગીરી બાળકોએ પ્રત્યક્ષ પહેલી વખત જોઈ ખૂબ જ આનંદિત થયા હતા તથા અદાલતના પ્રકારો અને અલગ અલગ મોરબીની તમામ અદાલતમાં બેસાડી બાળકોને પ્રત્યક્ષ જ્ઞાન આપવામાં મોરબી ડિસ્ટ્રીકટ જજ પરમાર સાહેબ તથા અન્ય કર્મચારીઓએ ખૂબ જ ઉત્સાહભેર કાર્ય કર્યું હતું. તે બદલ સંસ્થાના પ્રમુખ અશ્વિનભાઈ અઘારા તેમજ પ્રિન્સિપાલ હિતેષભાઈ સોરીયા તમામ અદાલત કર્મચારીઓ અને જજ સાહેબશ્રીનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.

- text

- text