પવનચક્કી મુદ્દે આત્મવિલોપનની ચીમકી : મોરબી કલેકટર અને પોલીસ તંત્ર દોડતું

- text


માળિયાના કુંભારીયા ગામના કાર્યકર દ્વારા ૨૮મીએ મોરબી કલેકટર કચેરીમાં આત્મવિલોપન કરવા જાહેર કરતા મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા પગલાં ભરવા આદેશ

મોરબી : માળીયા તાલુકાના કુંભારીયા ગામમાં ગૌચરની જમીનમાં ગેરકાયદેસર શરૂ થયેલી પવનચક્કીઓ પ્રકરણમાં લડત આપતા કાર્યકર દ્વારા આગામી ૨૮ ના રોજ મોરબી જિલ્લા કલેકટર કચેરીમાં આત્મવિલોપન કરવાની ચીમકી આપવામાં આવતા છે કે મુખ્યમંત્રી કાર્યાલય ગાંધીનગર સુધી દોડધામ થઈ પડી છે.

જાણવા મળ્યા મુજબ માળીયા તાલુકાના કુંભારીયા ગામના કાર્યકર્તા રણછોડભાઈ લખમણભાઈ બાબરીયા છેલ્લા ઘણા સમયથી કુંભારીયા ગામની આજુબાજુમાં શરૂ થયેલી ગેરકાયદેસર પવનચક્કી મુદ્દે લડત આપી રહ્યા છે જેમાં ગૌચરની જમીન ઉપર આ પવનચક્કીઓ ચાલતી હોવાથી તેઓએ ગામના ગૌચરના નકશા માંગતા ડીઆઈએલઆર કચેરી અને મામલતદાર કચેરી તેમની માંગ મુજબ નકશાઓ ન આપતા આ મામલે જિલ્લા કલેકટરને ફરિયાદ કરવામાં આવી હતી.

- text

જો કે મામલતદાર માળીયા અને ડીઆઈએલઆર કચેરી દ્વારા આ ગંભીર રજુઆત પ્રત્યે ધ્યાન આપવામાં ણ આવતા આ મામલે અરજદાર રણછોડભાઈ દ્વારા જિલ્લા કલેકટર મોરબી અને રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈને લેખિત પત્ર પાઠવી જો સત્વરે ગૌચરની જમીન માપણીના નકશા નહિ આપવામાં આવે તો ૨૮ ડિસેમ્બરે મોરબી કલેકટર કચેરીમાં આત્મવિલોપન કરવા ચીમકી આપતા ગાંધીનગર મુખ્યમંત્રી કાર્યાલય તરફથી જિલ્લા કલેકટર, એસપી અને માળીયા મામલતદાર તેમજ ડીઆઈએલઆર કચેરીને અરજદારની માંગણી મુજબ નકશા આપવા અને કાર્યવાહી કરવા કડક સૂચના આપવામાં આવી છે.

- text