મોરબીના 400થી વધુ દિવ્યાંગોના જીવનમાં 6 જાન્યુઆરીએ સોનાનો સુરજ ઉગશે

- text


મોરબીમાં દિવ્યાંગોને વિનામૂલ્યે સાધન સહાય ચેકઅપ કેમ્પ યોજાયો : 6 જાન્યુઆરીએ ટ્રાઈસિકલ તથા કુત્રિમ હાથ – પગનું વિતરણ કરાશે

મોરબી : મોરબીમાં દિવ્યાંગોને વિનામૂલ્યે સાધન સહાય આપવા માટે દિવ્યગોનો ચેકઅપ કેમ્પ યોજાયો હતો.જેમાં 400થી વધુ વિકલાંગોનું માપ લઈને તેમને સહાય માટેના હક્કદાર ગણી આ તમામ લાભાર્થીઓને આગામી તા.6 જાન્યુઆરીએ ટ્રાઈસિકલ તથા કુત્રિમ હાથ પગનું વિતરણ કરવામાં આવશે પરિણામે 6 જાન્યુઆરીએ આ તમામ દિવ્યાંગોને જીવનમાં નવી ચતનાઓનો સંચાર થશે.

ભારત વિકાસ પરિષદ આનંદ નગર શાખા તથા નવી શરૂ થનાર મોરબી શાખાના સયુંકત ઉપક્રમે ઇન્ડિયન ફોર ક્લેક્ટિવ એક્શન કેલિફોર્નિયા નગીનભાઈ જગડા, અર્પણ ફાઉન્ડેશન રાજકોટ, દિવાળીબેન ઉકાભાઈ પટેલ સાર્વજનિક ટ્રસ્ટ બારોડોલી, સિપોલો ગ્રુપ, સ્વ.નંદકુંવરબા પાનચંદ દેસાઈ તથા સ્વ.નંદકુંવરબા છગનલાલ શેઠના સહયોગથી વિકલાંગોને સાધન સહાય વિનામૂલ્યે આપવા માટે મોરબીના કડવા પાટીદાર કન્યા છાત્રાલય ખાતે દિવ્યગોના ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં આર.એસ. એસ. પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક જયતિભાઈ ભાડેશીયા, સિમ્પોલો ગ્રુપના ઠાકરશીભાઈ અધારા,, વલમજીભાઈ, બેચરભાઈ હોથી,સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંતના કાર્યકરી અધ્યક્ષ પ્રફુલભાઈ ગોસ્વામી ,પ્રાંત ખજાનચી જઠસુરભાઈ ગુજેરિયા તથા હેમંતસિંહ ડોડીયા ઉપસ્થિત રહ્યાં હતાં.

આ કેમ્પમાં મોટી સંખ્યામાં વિકલાંગો હાજર રહ્યા હતા. જેમાં નિષ્ણાત તબીબોની ટિમ દ્વારા આ વિકલાગોનું ચેકઅપ કરવામાં આવ્યું હતું અને 400થી વધુ વિકલાંગો સાધન સહાયના હક્કદાર હોવાનું નક્કી કરવામાં આવ્યું હતું. હવે આ વિકલાંગ લાભાર્થીઓને આગામી તા.6 જાન્યુઆરીએ આ જ સ્થળે ટ્રાઈસિકલ તથા કુત્રિમ હાથ પગનું વિતરણ કરવામાં આવશે. જેમાં 175 લાભાર્થીઓને ટ્રાઇસિકલ તથા બાકીના લાભાર્થીઓને કુત્રિમ હાથ પગ અપાશે જ્યારે સિમ્પોલો ગ્રુપ દ્વારા 100 ટ્રાઇસિકલ અપાશે 75 અન્ય દાતાઓ તરફથી અપાશે.

- text

- text