માનવતાવાદી અભિગમમાં મોરબીના બાળરોગ નિષ્ણાંત તબીબો રાજ્યમાં મોખરે

- text


મોરબી પિડીયાટ્રીક્સ એસોશિએશનને શ્રેષ્ઠ કામગીરી બદલ રાજ્યકક્ષાનો બેસ્ટ બ્રાંચ એવોર્ડ

મોરબી : તાજેતર મા બરોડા ખાતે બાળરોગના નિષ્ણાંત તબિબો ( પિડીયાટ્રીશિયન્સ) ની ગુજરાત રાજ્ય કક્ષાની કોન્ફોરન્સ મળી હતી જેમા મોરબી એ.ઓ.પી. બ્રાંચને શ્રેષ્ઠ કામગીરી બદલ રાજ્ય કક્ષાએ બેસ્ટ બ્રાંચ એવોર્ડ એનાયત કરવામા આવ્યો હતો.

મોરબી એસોશિએશન ઓફ પિડીયાટ્રીક્સના પ્રેસિડન્ટ ડો. દીનેશ પટેલ, સેક્રેટરી ડો. મનિષ સનારીયા તેમજ ટ્રેઝરર ડો. સંદીપ મોરીએ આ એવોર્ડ વિશે જણાવ્યુ હતું કે આ એવોર્ડમા સામાજીક સેવાઓ, ફ્રી નિદાન કેમ્પ, ફ્રી સેમિનાર, સ્ટાફ તાલીમ, સગર્ભા સ્ત્રીઓ માટે ગર્ભ સંસ્કાર સેમિનાર, ચાઈલ્ડ પેરન્ટીંગ વર્કશોપ, હેલ્ધી બેબી કોમ્પીટીશન, સ્માર્ટ બેબી કોમ્પીટીશન, એમ.આર. રસીકરણ ઝુંબેશ મા આપેલ યોગદાન, આરોગ્ય વિષયક સરકારી કાર્યક્રમોમા યોગદાન, ગ્રામીણ વિસ્તારમા આરોગ્ય વિષયક જન જાગૃતિ કાર્યક્રમો તેમજ શાળા કક્ષાએ યોજેલ વિવિધ સેમિનાર સહીતના માપદંડોને આધારે આ એવોર્ડ એનાયત કરવા મા આવે છે.

આ સંજોગોમાં મોરબી બ્રાંચને સમગ્ર ગુજરાત રાજ્ય મા બેસ્ટ બ્રાંચ નો એવોર્ડ મળતા મોરબી ના તબીબો એ રાજ્ય કક્ષાએ મોરબી નુ ગૌરવ વધાર્યુ છે. મોરબીના તબિબો દ્વારા સમાજીક જવાબદારી તેમજ જન જાગૃતિ ક્ષેત્રે કરેલ ઉત્કૃષ્ઠ કામગીરીનુ આ પરિણામ છે. મોરબી એ.ઓ.પી. બ્રાંચને મળેલ આ એવોર્ડ બદલ ચોમેરથી શુભેચ્છાઓ ની વર્ષા થઈ રહી છે.

- text

ઉલ્લેખનીય છે કે મોરબી શહેરમા રહેતા વાલીઓ પોતાના બાળકોના આરોગ્ય પ્રત્યે એટલા ચિંતિત છે કે સામાન્ય બિમારીમા પણ બાળકોની સારવાર માટે રાજકોટ તેમજ બીજા મોટા શહેરોમા જતા હોય છે જ્યારે તમામ પ્રકારની સારવાર મોરબીમા પણ ઉપલબ્ધ છે. મોરબીના નિષ્ણાંત તબિબો રાજ્ય, રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાના સેમિનાર તેમજ કોન્ફોરન્સમા અવાર નવાર જોડાતા હોય છે તેમજ તબિબોએ બાળકોના જીવલેણ રોગના પણ સચોટ નિદાન કર્યાના અહેવાલો અવાર નવાર પ્રસિધ્ધ થતા આવ્યા છે. તે ઉપરાંત સામાજીક જવાબદારીના ભાગ રૂપે આર્થિક રીતે નબળા વર્ગના બાળકો નુ નિ:શુલ્ક નિદાન કર્યાની અનેક ઘટનાઓ મોરબીમા બનેલ છે ત્યારે જો ઘર આંગણે નિષ્ણાંત તેમજ માનવિય અભિગમ ધરાવતા તબિબો ઉપલબ્ધ હોય તો મેગા સિટી તરફ દોટ મુકી સમય, શક્તિ અને નાણાનો વ્યય કરવાનો શુ અર્થ? મોરબીના તબિબોએ બેસ્ટ બ્રાંચનો એવોર્ડ મેળવવી પોતાની ઉત્કૃષ્ઠતાનો પરિચય આપ્યો છે ત્યારે મોરબીના વાલીઓએ જાગૃત થવાનુ તેમજ સમજવા નુ રહ્યુ.

- text