મોરબીમાં આર્યસમાજ વિધિથી સાદાઈથી લગ્ન કરવાની પ્રેરણાદાયી પહેલ

- text


 

જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ મંજુલાબેન દેત્રોજાના ભત્રીજાના લગ્ન અત્યંત સાદગીપૂર્ણ રીતે સંપન્ન

મોરબી : બે પરિવાર વચ્ચે બંધાતા અતૂટ સ્નેહબંધનના સંબંધો એટલે લગ્ન…. લગ્નમાં ખોટા ભભકા અને લાખો કરોડોના ખર્ચ બંધ કરવાની પરંપરા મોરબીથી શરૂ થયા બાદ એથી પણ એક કદમ આગળ વધી મોરબીના ગર્ભશ્રીમંત પરિવાર દ્વારા સાદગીપૂર્વક આર્યસમાજ વિધિથી લગ્નવિધિ યોજી સમાજને સાદગીનું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.

મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને મહિલા અગ્રણી મંજુલાબેન દેત્રોજાનો પરિવાર ગર્ભશ્રીમંત હોવા છતાં તાજેતરમાં મંજુલાબેન દેત્રોજાના દિયર ધીરુભાઈ દેત્રોજા અને દેરાણી જ્યોત્સનાબેન દેત્રોજાના સુપુત્ર ચી.ઉદયના શુભલગ્ન તા.૧૩ ડિસેમ્બરના રોજ અત્યંત સાદાઈ પૂર્વક આર્યસમાજ વિધિથી ગોવિંદભાઈ અને ગૌરીબેન બોપલીયાની સુશીલ અને શિક્ષિત પુત્રી ચી.સૃષ્ટિ સાથે યોજવામાં આવ્યા હતા.

આ સાદગીપૂર્વકના લગ્ન સમારોહ અંગે જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ મંજુલાબેન દેત્રોજાએ જણાવ્યું હતું કે આજે સમાજમાં દેખા દેખી અને હુંસાતુસીમાં કરોડો રૂપિયા વેડફાઈ રહ્યા છે ત્યારે ખોટા કુરિવાજો ત્યજીને સાદગીપૂર્ણ રીતે આર્યસમાજ વિધિથી લગ્નવિધિ કરવાની એક પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી છે.

- text

- text